તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાત્રોઓને વિચારવાની આઝાદી છે યુનિ.ના હિતમાં કોઈ સારો વિચાર આવે જણાવજો : કુલપતિ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટીના છ વિભાગોમાં શનિવારે સ્વામી વિવેકાનંદની જન્મજ્યંતિ નિમિતે યુવા દિવસ અંતગર્ત વિદ્યાર્થીઓ માટે પ્રેરણાત્મક સેમિનારનું આયોજન કરાયું ચાર વકતાઓ દ્વારા વિવેકાનંદના જીવન પ્રસંગો અને વિચારધારા વિષય પર પ્રેરક ઉદબોધન કરી ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે માર્ગદર્શન આપ્યું હતું.

સરકારના સૂચન મુજબ યુનિ. ખાતે કુલપતિની અધ્યક્ષતામાં બીબીએ, હોસ્પિટલ મેનેજમેન્ટ, યોગા, MSCIT ,એમબીએ અને કેમેસ્ટ્રી વિભાગમાં વિદ્યાર્થીઓમાં સ્વામી વિવેકાનંદના વિચારોનું સિંચન કરવા સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે રાજેન્દ્રનગર કોલેજના પ્રિન્સિપાલ પ્રવીણ ચૌધરી,યોગ વિભાગના કો-અોર્ડીનેટર હાર્દિક પટેલ,કુલદીપભાઈ લોહાણા અને જીતુભાઇ નાઈ દ્વારા છ વિભાગમાં વારાફરતી વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગ અને વિચારધારાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બીબીએ ખાતે કુલપતિ જે જે વોરાઅે ઉદ્દબોદન કરતા જણાવ્યું હતું કે રાજ્ય અને દેશના વિકાસમાં યુવા શક્તિ અને નવી સોચ ખુબ જ ઉપયોગી છે એટલે યુનિવસિર્ટીમાં પણ વિદ્યાર્થીઓને વિચારવાની આઝાદી છે તેમને યુનિવસિર્ટીના હિતમાં કોઈ સારો સુઝાવ આવે તો ગભરાયા વગર સીધા મારી પાસે આવી મને જણાવી શકો છો સારો સુઝાવ હશે તો તેને અમલમાં મુકવા પ્રયાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો