તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ જિલ્લામાં ચોરી લૂંટ ધાડ મારામારી દારૂ સહિતના ગુનાઓમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં ચોરી લૂંટ ધાડ મારામારી દારૂ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા 650 આરોપીઓ નાસતા ફરતા હતા એક માસમાં પોલીસે 145 આરોપીઓ ને પકડી લીધા છે છતાં હજુ 500 જેટલા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે જેમાં 200 આરોપીઓ પરપ્રાંતના છે જેમાં 150 રાજસ્થાન 21 હરિયાણા 14 મધ્ય પ્રદેશ નવ ઉત્તર પ્રદેશ ના પાંચ દિલ્લી ચાર પંજાબ સાતવેસ્ટ બંગાળ બે બિહાર ના આરોપીઓ છે આરોપીઓને પકડવા માટે પોલીસે દોડધામ શરૂ કરી છે.

પાંચ માણસો ની પાંચ ટીમો બનાવી મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ કલકત્તા અને વેસ્ટ બંગાળ મોકલવામાં આવી છે આ ટીમોને પરપ્રાંતમાંથી બનાસકાંઠા અને કચ્છ ના નાસતા ફરતા આરોપીઓને પકડી લાવવા માટેની જવાબદારીઓ આપવામાં આવી છે. જેમાં ભચાઉ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા દસ વર્ષથી નાસતો ફરતો કાલુરામા મેડા ને પાટણ પોલીસની ટીમે મધ્યપ્રદેશના જામ્બુવા જિલ્લાના મોકમપુરા ગામેથી પકડી લીધો છે.

જ્યારે પાટણની બીજી ટીમે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના સિગાના ગામેથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા રાકેશ ઘિશાલાલ બરપા ને પકડી લીધો છે તેવુ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...