તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણમાં બહુમાળી ઇમારતોમાં ફાયર સેફ્ટી નહી હોય તો પગલાં લેવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં અમદાવાદની અેક ઇમારતમાં આગ લાગવાની ઘટના બની હતી અને પછી તેને સીલ કરવામાં આવી હતી તેને પગલે તમામ પાલિકાઓમાં પણ કડક તપાસણી કરી પગલાં ભરવા સૂચના આપવામાં અાવી છે. ત્યારે પાટણ શહેરમાં પણ આ બાબતે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેતો મોટાભાગની બહુમાળી ઇમારતોમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ બહાર આવવાની સંભાવના વ્યકત કરાઇ રહી છે.જોકે આવો પરિપત્ર આવ્યે યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

સ્ટેટ ફાયર પ્રિવેન્સન સર્વિસીઝ ગાંધીનગરના રીજીયોનલ ફાયર ઓફીસર મહેશ મોદી દ્વારા તમામ જિલ્લાના ટાઉન પ્લાનરો અને નગરપાલિકાઓના ચિફ ઓફીસરોને પરિપત્ર કરાયો છે તેમાં જણાવ્યા મુજબ ટીમ બનાવી તમામ બહુમાળી ઇમારતોમાં સઘન ચેકીંગ કરાવવું , ફાયર સેફ્ટી બાબતે બેદરકારી જણાય, એનઓસી લીધી ન હોય,ઇમારતોમાં ઓથોરિટીની મંજૂરી લીધા વગરજ ફેરફાર કરી દેવાયો હોય તો તેવા કિસ્સામાં વહીવટીતંત્રને સાથે રાખીને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

આ બાબતે પાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલે જણાવ્યા મુજબ આવો પરિપત્ર મારા ધ્યાને આવ્યો નથી પણ આવશે તો જે પગલાં લેવાના થતા હશે તે લેવાશે.

અન્ય સમાચારો પણ છે...