તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણમાં તીરૂપતી માર્કેટ અને સરસ્વતી ડેમ પાસેથી બાઈકની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ શહેરમાં વધુ બે બાઇકની ચોરી પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે. છીંડીયા દરવાજા પાસે આવેલી અંબાકૃપા સોસાયટીમાં રહેતા રોહિત કુમાર બાબુલાલ બારોટ પરમારનું હીરો હોન્ડા કંપની પેસન પ્રો કાળા કલરનું બાઈક ગત 27 ડિસેમ્બરે શહેરના તીરુપતી માર્કેટના પાછળના દરવાજા બહાર એસ.કે ભવન સ્કૂલ નજીકથી કોઈ શખ્સ ચોરી કરી જતા શહેર એ ડીવીઝન પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

જ્યારે રાજમહેલ રોડ પર આવેલ સિદ્ધરાજનગર સોસાયટીમાં રહેતા જ્યોતિષ કુમાર ચંપકલાલ પ્રજાપતિએ તેમનું હીરો કંપનીનું પેસન પ્રો મોટરસાયકલ ગત ૨૩ સપ્ટેમ્બરે સરસ્વતી ડેમ નજીક મેલડી માતાના મંદિરે પાર્કિંગમાં રાખેલ હતું તેની ચોરી થતાં શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...