તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેલમાલમાં ટ્રેકટર નીચે બાળકને કચડી નાખનારા શખ્સને 6 માસની સાદી કેદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાણસ્મા તાલુકાના દેલમાલ ખાતે 2005 માં દરગાહમાં ટ્રેકટર રીવર્સ લેવા જતાં સાત વર્ષના નાનકડા બાળક પર માટી ભરેલા ટ્રોલાનું ટાયર ફરી વળતાં તેનું કરૂણ મોત થયું હતું અા ઘટનાનો કેસ બુધવારે ચાણસ્મા જ્યુડીશીયલ કોર્ટમાં ચાલી જતાં અારોપીને 6 માસની સાદી કેદ સુધીની સજા કોર્ટે ફરમાવી હતી.

ગત 23/3/2005ના રોજ સવારે 9 વાગ્યાના સુમારે દેલમાલ ગામે દરગાહના કમ્પાઉન્ડમાં ટ્રેકટર( જીજે 8જે626)ના ચાલક શ્રીમાળી તુરી જીતેન્દ્રકુમાર ચુનીલાલ(33) રીવર્સ લેવા જતાં રેતી ભરેલ ટ્રોલી(જીજે ઝેડ યુ 7922) પાછળ રાઠોડ ધરમાભાઇ સકુરભાઇનો 7 માસનો દીકરો ચેતન સૂઇ રહયો હતો તેના પર ટાયર પેટના ભાગે ફરી વળતાં ચકદાઇ જવાથી તેનું મોત થયું હતું.અા ઘટના અંગે ચાલક સામે ચાણસ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ
થઇ હતી.

જેનો કેસ ચાણસ્માના જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ અર્જુનસીંહની કોર્ટમાં ચાલી જતાં અેપીપી અાસુતોષ ગોસ્વામીની દલીલો સાંભળ્યા બાદ અારોપીને ઇપીકો કલમ 279 માં 3 માસ સાદીકેદ અને રૂ. 500 દંડ,304(અે)માં 6 માસ સાદી કેદ અને રૂ.500 દંડ, અેમવીઅેકટ કલમ 184 માં 2 માસ સાદી કેદ અને રૂ. 300 દંડ જ્યારે કલમ 134,177
ના ગુનામાં રૂ. 100 દંડ ની સજા ફરમાવી હતી.

15 વર્ષ પહેલાં દરગાહમાં માટી ભરેલું ટ્રેકટર રીવર્સ લેતાં સૂઇ રહેલ બાળક કચડાઇ ગયો હતો ચાણસ્મા જ્યુ. કોર્ટનો ચૂકાદો

અન્ય સમાચારો પણ છે...