રાધનપુરમાંથી 39 હજારની રોકડ સાથે છ શકુનિ ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં છ શખ્સોને રોકડ રૂ.39300 સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. તમામ સામે જુગાર ધારા મુજબ ગુનો નોંધાયો હતો.

રાધનપુર મીરા દરવાજાથી આંબેડકર ચોક તરફ જતા રસ્તા ઉપર ખુલ્લી જગ્યામા રવિવારે રાત્રે ઘરની આગળ જુગાર રમતા હોવાની બાતમી આધારે રાધનપુર પોલીસે રેડ કરી હતી. જેમાં જુગાર રમતા છ શખ્સોને રોકડ રૂ.39300, મોબાઇલ -04 કિ.રૂ.4500 મળી કુલ રૂ.43800ના મુદ્દામાલ સાથે માજીરાણા પોપટભાઇ લક્ષ્મણભાઇ, ઘાંચી હારૂનભાઇ રહેમાનભાઇ, માજીરાણા મુકેશભાઇ ઉર્ફે જોન મનોજભાઇ, માજીરાણા રાજુભાઇ મણીલાલ,નિ.ઠાકોર શંકરભાઇ બાબુભાઇ, માજીરાણા રણવીરભાઇ તારાચંદભાઇ તમામ રહે.રાધનપુર ઝડપાયા હતા. આ અંગે રાધનપુર પોલીસ મથકે જુગાર ધારા મુજબ ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...