પાટણ જિલ્લાના 5 શહેરો અને 507 ગામોને સિંગલ યુઝ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લાના 5 શહેરો અને 507 ગામોને સિંગલ યુઝ પ્લાસ્ટિક થી મુક્ત કરવા માટે બે ઓક્ટોબરે દરેક ગામો અને શહેરોમાંથી પ્લાસ્ટિક એકત્રિત કરાશે ત્યાંથી રાધનપુર ખાતે કલેક્શન સેન્ટર પર લઈ જવા છે અને તે એકત્રિત થયેલા પ્લાસ્ટિકમાંથી રોડ બ્લોક,બાંકડા તેમજ સિમેન્ટ ભરવાની થેલીઓ બનાવાશે. પ્લાસ્ટિક ફ્રી માટેના તમામ ગામો ઠરાવ કરશે.

પ્લાસ્ટિક મુક્તિના સ્વચ્છતા હી સેવા અભિયાનમાં પ્રથમ તબક્કામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટે જનજાગૃતિ મારફતે અપીલ કરાશે ત્યારબાદ પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા માટે લોકો પાસે શપથ લેવડાશે તેમજ શ્રમદાન દ્વારા શહેરો અને ગામડાઓમાંથી પ્લાસ્ટીક એકત્ર કરી તાલુકા કક્ષાએ કલેક્શન સેન્ટર પર લાવ્યા બાદ ત્યારબાદ રાધનપુર પાલિકા ખાતે જિલ્લાકક્ષાના કલેક્શન સેન્ટર પર સમગ્ર જિલ્લાનું પ્લાસ્ટિક ભેગું કરાશે જિલ્લામાંથી એકત્રિત થયેલું પ્લાસ્ટિક સિંધી સિમેન્ટ રિલાયન્સ ફાઉન્ડેશન અને નેશનલ હાઇવે ઓથોરિટીના માધ્યમથી તેનો ઉપયોગ કરાશે જેમાં નેશનલ હાઇવે ઓથોરિટી રોડ બનાવવા તેમજ પ્લાસ્ટિકના બ્લોક બનાવવા માટે ઉપયોગ કરશે જ્યારે રિલાયન્સ ફાઉન્ડેશન બાંકડા બનાવવામાં ઉપયોગ કરશે જ્યારે સિંધી સિમેન્ટ થેલીઓ બનાવશે.

દરકે તાલુકાઓમાં દસ-દસ ગામો પ્લાસ્ટિક મુક્ત કરવા માટે ક્લસ્ટર બનાાશે આ ગામોમાંથી પ્લાસ્ટિક એકત્રીકરણનું કામ કરવા માટે શ્રમિકોને રાખવામાં આવશે અને એકત્રિત થયેલા પ્લાસ્ટિકનું વિભાજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...