તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધપુર તા.પં.ના જૂના મકાનના ભાડૂઆતોનો દાવો અને વર્ષો જૂનો મનાઈ હુકમ સિદ્ધપુર સિવિલ કોર્ટે રદ કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર | સિદ્ધપુર તાલુકા પંચાયતની માલિકીની જૂની કચેરી શહેરના ઝાંપલીપોળથી ટાવર રોડ પર પોલીસ ચોકીની સામે આવેલ હતી જે બિલ્ડીંગ વર્ષ 2008 માં ગુજરાત ટુરિઝમ વિભાગને રૂ. 1.50 કરોડના ખર્ચે વેચાણ આપી દેવાઇ હતી જેનો કબ્જો ગુજરાત ટુરિઝમને સોંપવાનો થતાં કચેરીના નીચે આવેલ 8 દુકાનદારો દ્વારા કબજો ખાલી ન કરવા દાવો કર્યો હતો. જેનો કેસ તાજેતરમાં સિધ્ધપુર કોર્ટમાં ચાલી જતાં દુકાનદારો દ્વારા લવાયેલ મનાઇ હુકમ રદ કરી દેવાયો છે. જેને પગલે વરસોથી કબજો ધરાવતા માલિકોને આ જગ્યા ખાલી કરવી પડશે.

દુકાનદારોનો હક્કદાવો પૂરવાર ન થયો : 1947 અગાઉથી ભાડુઆત હોવાની વાત કોર્ટે ન માની
સિદ્ધપુર તાલુકા પંચાયતની જુની કચેરીવાળું મકાન તાલુકા પંચાયતે વોરા માલિક પાસેથી ખરીદ કર્યું હતું અને 2008માં ગુજરાત ટુરીઝમ કોર્પોરેશનને વેચાણથી આપી દીધું હતું ત્યારે તત્કાલીન ટીડીઓ વી.કે.ઉપાધ્યાય દ્વારા ખરીદી પહેલાંથી વેપાર કરતા દુકાનદારોને તા.31-8-2008 ના રોજ નોટિસ આપી દુકાનો ખાલી કરી તેનો કબજો પંચાયતને સોંપવાનો હુકમ કર્યો હતો. પરંતુ ધંધા રોજગાર છીનવાઇ જવાને ભયે 31-3-2012 ના રોજ સરોવર ગ્લાસના મહેન્દ્રભાઇ પટેલ દ્વારા સિદ્ધપુરના પ્રિન્સિપાલ સીની.સિવિલ જજ કોર્ટમાં દાવો દાખલ કરી મનાઈ હુકમ મેળવવા દાદ માંગી હતી. જે નામંજૂર થઇ અપીલ કરાયા પછી કાયમી હુકમ કરાયો નહોતો. વર્તમાન ટીડીઓ સંજયભાઈ ઉપલાણા દ્વારા આ કેસમાં વકીલ તર્રીકે ચીનુભાઈ બ્રહ્મભટ્ટની નિમણુંક કરી કેસ ચલાવતાં 10 વર્ષ બાદ કોર્ટ દ્વારા દુકાનદારોના મનાઈ હુકમને રદ કર્યો અને તમામ 8 દુકાનદારોને દુકાનોનો કબજો સિદ્ધપુર તાલુકા પંચાયતને સોંપી દેવા હુકમ કરતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.

સિદ્ધપુરના સિનિયર સીવીલ જજ કુ.ટી.એચ.દવેએ તેમના ચૂકાદામાં ટાંક્યું છે કે આ હિજરતી મિલકત 14-8-1947 અગાઉથી ભાડે રાખેલ હોય તેવી હકીકત પૂરવાર થતી નથી. સાચા માલિક કાર્યાવહી કરી કબજામાંથી ન ખસેડે ત્યાં સુધી વાદીનો કબજો ગેરકાયદેસર હોય તો પણ કબજો ધરાવવા હક્કદાર છે. તેવી દલીલ પંજાબ હરીયાણા અને કેરળના ચુકાદા સાથે કરાઇ હતી પણ અહીં પ્રતિવાદી કાયદેસર છે અને વાદી ભાડુઆત છે પણ કાયદેસર નથી તેથી જગ્યા ખાલી કરાવી શકે છે.

છેલ્લા 10 વર્ષથી અટવાયેલા પ્રશ્નનું અંતે નિરાકરણ
ઉલ્લેખનીય છે કે, સિદ્ધપુર તાલુકા પંચાયત દ્વારા આ દુકાનોનો કબ્જો મેળવવા માટે નોટિસ બાદ દુકાનદારો દ્વારા કોર્ટમાં દાદ માંગી જે સમય દરમયાન અંદાજિત 10 થી 12 જેટલા ટીડીઓ બદલાયા પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહોતો. જેમાં 10 વર્ષના અંતે આ પ્રશ્નનું નિરાકરણ આવતા તાલુકા પંચાયત અને ટુરિઝમે રાહતનો દમ લીધો હતો. ટુરિજમ કોર્પોરેેશનનો વિકાસ માટેનો માર્ગ હવે મોકળો થયો છે.

સિદ્ધપુર તાલુકા પંચાયતની જુની કચેરીવાળું મકાન તાલુકા પંચાયતે વોરા માલિક પાસેથી ખરીદ કર્યું હતું અને 2008માં ગુજરાત ટુરીઝમ કોર્પોરેશનને વેચાણથી આપી દીધું હતું ત્યારે તત્કાલીન ટીડીઓ વી.કે.ઉપાધ્યાય દ્વારા ખરીદી પહેલાંથી વેપાર કરતા દુકાનદારોને તા.31-8-2008 ના રોજ નોટિસ આપી દુકાનો ખાલી કરી તેનો કબજો પંચાયતને સોંપવાનો હુકમ કર્યો હતો. પરંતુ ધંધા રોજગાર છીનવાઇ જવાને ભયે 31-3-2012 ના રોજ સરોવર ગ્લાસના મહેન્દ્રભાઇ પટેલ દ્વારા સિદ્ધપુરના પ્રિન્સિપાલ સીની.સિવિલ જજ કોર્ટમાં દાવો દાખલ કરી મનાઈ હુકમ મેળવવા દાદ માંગી હતી. જે નામંજૂર થઇ અપીલ કરાયા પછી કાયમી હુકમ કરાયો નહોતો. વર્તમાન ટીડીઓ સંજયભાઈ ઉપલાણા દ્વારા આ કેસમાં વકીલ તર્રીકે ચીનુભાઈ બ્રહ્મભટ્ટની નિમણુંક કરી કેસ ચલાવતાં 10 વર્ષ બાદ કોર્ટ દ્વારા દુકાનદારોના મનાઈ હુકમને રદ કર્યો અને તમામ 8 દુકાનદારોને દુકાનોનો કબજો સિદ્ધપુર તાલુકા પંચાયતને સોંપી દેવા હુકમ કરતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.

સિદ્ધપુરના સિનિયર સીવીલ જજ કુ.ટી.એચ.દવેએ તેમના ચૂકાદામાં ટાંક્યું છે કે આ હિજરતી મિલકત 14-8-1947 અગાઉથી ભાડે રાખેલ હોય તેવી હકીકત પૂરવાર થતી નથી. સાચા માલિક કાર્યાવહી કરી કબજામાંથી ન ખસેડે ત્યાં સુધી વાદીનો કબજો ગેરકાયદેસર હોય તો પણ કબજો ધરાવવા હક્કદાર છે. તેવી દલીલ પંજાબ હરીયાણા અને કેરળના ચુકાદા સાથે કરાઇ હતી પણ અહીં પ્રતિવાદી કાયદેસર છે અને વાદી ભાડુઆત છે પણ કાયદેસર નથી તેથી જગ્યા ખાલી કરાવી શકે છે.

ખાલી કરવા નોટિસ આપેલ દુકાનદારોની યાદી

1) પટેલ મહેન્દ્રકુમાર શંકરલાલ

2) દરજી મફતલાલ રામચંદભાઈ

3) મોટુમલ પરુમલ ટેકવાણી

4) નાઈ મુકેશભાઈ મનુભાઈ

5) અહમદ સુલેમાન માંકનોજીયા

6)પ્રજાપતિ શિવરામભાઈ નાગરભાઈ

7) ઠાકોર સરદારજી પ્રતાપજી

8) ઠાકોર રૂપજી પ્રતાપજી

સિદ્ધપુર તાલુકા પંચાયતની જુની કચેરીવાળું મકાન તાલુકા પંચાયતે વોરા માલિક પાસેથી ખરીદ કર્યું હતું અને 2008માં ગુજરાત ટુરીઝમ કોર્પોરેશનને વેચાણથી આપી દીધું હતું ત્યારે તત્કાલીન ટીડીઓ વી.કે.ઉપાધ્યાય દ્વારા ખરીદી પહેલાંથી વેપાર કરતા દુકાનદારોને તા.31-8-2008 ના રોજ નોટિસ આપી દુકાનો ખાલી કરી તેનો કબજો પંચાયતને સોંપવાનો હુકમ કર્યો હતો. પરંતુ ધંધા રોજગાર છીનવાઇ જવાને ભયે 31-3-2012 ના રોજ સરોવર ગ્લાસના મહેન્દ્રભાઇ પટેલ દ્વારા સિદ્ધપુરના પ્રિન્સિપાલ સીની.સિવિલ જજ કોર્ટમાં દાવો દાખલ કરી મનાઈ હુકમ મેળવવા દાદ માંગી હતી. જે નામંજૂર થઇ અપીલ કરાયા પછી કાયમી હુકમ કરાયો નહોતો. વર્તમાન ટીડીઓ સંજયભાઈ ઉપલાણા દ્વારા આ કેસમાં વકીલ તર્રીકે ચીનુભાઈ બ્રહ્મભટ્ટની નિમણુંક કરી કેસ ચલાવતાં 10 વર્ષ બાદ કોર્ટ દ્વારા દુકાનદારોના મનાઈ હુકમને રદ કર્યો અને તમામ 8 દુકાનદારોને દુકાનોનો કબજો સિદ્ધપુર તાલુકા પંચાયતને સોંપી દેવા હુકમ કરતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.

સિદ્ધપુરના સિનિયર સીવીલ જજ કુ.ટી.એચ.દવેએ તેમના ચૂકાદામાં ટાંક્યું છે કે આ હિજરતી મિલકત 14-8-1947 અગાઉથી ભાડે રાખેલ હોય તેવી હકીકત પૂરવાર થતી નથી. સાચા માલિક કાર્યાવહી કરી કબજામાંથી ન ખસેડે ત્યાં સુધી વાદીનો કબજો ગેરકાયદેસર હોય તો પણ કબજો ધરાવવા હક્કદાર છે. તેવી દલીલ પંજાબ હરીયાણા અને કેરળના ચુકાદા સાથે કરાઇ હતી પણ અહીં પ્રતિવાદી કાયદેસર છે અને વાદી ભાડુઆત છે પણ કાયદેસર નથી તેથી જગ્યા ખાલી કરાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...