સરસ્વતી તાલુકાના ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયતોનો સેમિનાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરસ્વતી તાલુકાના સેવા સદનમા તાલુકાના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત વિકાસ આયોજન (GPDP) અંગે એક દિવસીય સેમિનાર યોજાયો હતો.

જીપીડીપીની શરૂઆત જરૂરિયાત અને ગ્રામ્ય કક્ષાએ જીપીડીપીનું મહત્વ સમજાવેલ રીલાયન્સ ફાઉન્ડેશન રાધનપુરના કાર્યકર્તા દ્વારા આપણુ ગામ આપણુ આયોજન અને આપણા ગામ ને સારૂ બનાવવા માટે આદર્શ જીપીડીપી બનાવવા બાબતે પ્રેઝન્ટેશન રજૂ કરવા સાથે આ પ્રક્રિયામાં થયેલા અનુભવોની વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપેલ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રાધનપુર દ્વારા તાલુકાના 5ગામોમા ચાલતા ધન કચરા ના નિકાલ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે થયેલ કામગીરીની વિડીયો ફિલ્મ બતાવી અને પંચાયત દ્વારા આવા કામો કરી બીજા ગામોને પ્રેરણા આપશેે.

જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ , સરસ્વતી ટીડીઓ પ્રકાશભાઈ જોષી, નાયબ ટીડીઓ નવીનભાઈ પુરોહિત વિસ્તરણ અધિકારી ભરતભાઇ પટેલ તેમજ રીલાયન્સ ફાઉન્ડેશનના વર્ષાબેન મહેતા અને વિમલભાઈ ચૌધરી સાથે 22 સરપંચ 35 તલાટીઓ વિવિધ વિભાગના 36 ફ્રન્ટલાઈન વર્કર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...