સિધ્ધપુર તાલુકાના ખોલવાડા ગામમાં રહેતા શ્રમજીવી યુવકનો શનિવાર રાત્રે

સિધ્ધપુર તાલુકાના ખોલવાડા ગામમાં રહેતા શ્રમજીવી યુવકનો શનિવાર રાત્રે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર...

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 03:47 AM
Siddhpur News - saturday night at the labor intensive youth living in the openawada village of siddhpur taluka 034657

સિધ્ધપુર તાલુકાના ખોલવાડા ગામમાં રહેતા શ્રમજીવી યુવકનો શનિવાર રાત્રે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. યુવાનની હત્યા કરી દેવાઇ હોવાનું પોલીસ પ્રાથમિક ધોરણે માની રહી છે અને તપાસ હાથ ધરી છે.

સિદ્ધપુર હાઈવે ઉપર આવેલ વીજ કચેરીની ઓફિસ નજીક ખોલવાડા ગામની સીમમાં શનિવારની મધ્યરાત્રિએ કોઈ યુવકની લાશ પડી હોવાની પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી .મૃતક યુવકની ઓળખ અંગે પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન તે ખોલવાડા ગામનો જ રણજીતસિંહ રઘુસિંહ ઠાકોર ( ૩૪ વર્ષીય) હોવાની તેમજ મજૂરી કામ કરતો હોવાની પોલીસને જાણકારી પ્રાપ્ત થઈ હતી.પોલીસે મૃતકની લાશને સિધ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી .પ્રાથમિક તપાસમાં મૃતકના શરીરે ઈજાઓના નિશાન જોતા કોઈએ યુવકની હત્યા કરી દીધી હોવાની ધારણાને આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જોકે યુવકનું મોત કેવી રીતે થયું તેનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણી શકાશે. હાલ તો પોલીસે મૃતકની દિનચર્ચા અને તેની આસપાસના લોકો પાસેથી વિગતો મેળવવા તજવીજ હાથ ધરી છે.

X
Siddhpur News - saturday night at the labor intensive youth living in the openawada village of siddhpur taluka 034657
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App