સિદ્ધપુર તાલુકાના ખળી ચાર રસ્તા પાસેથી ભાડાની સ્કોર્પિઓ જીપમાં

Siddhpur News - rental of scorpio jeeps from khali four roads of siddhpur taluka 034714

DivyaBhaskar News Network

Feb 12, 2019, 03:47 AM IST

સિદ્ધપુર તાલુકાના ખળી ચાર રસ્તા પાસેથી ભાડાની સ્કોર્પિઓ જીપમાં પાટણ અાવવા બેઠેલી મહિલાને કાયણ ગામ પાસે ઉતારી દઇ પાછી વળી ગયેલી ગાડીમાં મહિલાના થેલામાંથી સિફતપૂર્વક સોના ચાંદીના દાગીના રૂ.2,37,500 ના કોઇ શખ્સ સેરવી ગયો હતો. આ અંગે મહિલાએ સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વડગામ તાલુકાના કોટડી ગામના વતની અને હાલ પાટણ ખાતે તિરૂપતિ બંગલોમાં રહેતાં કૈલાશબેન યશવંતસિંહ મકવાણા તેમના કાકાના દીકરાના લગ્નમાં પસવાદળ ગામે ગયા હતા અને પરત પાટણ જવા નીકળ્યા હતા ત્યારે સિદ્ધપુરના ખળી ચાર રસ્તા હોટલ ઝમઝમ સામે એક સ્કોર્પિઓ કાર આવેલ હતી જેમાં એક શખ્સે ગાડીમાંથી નીચે ઉતરી તેમની પાસેનો થેલો ગાડીમાં પાછળના ભાગે મૂકીને વચ્ચેની સીટમાં મહિલાને બેસાડેલ હતાં જ્યાં બીજી બે મહિલાઅો પણ બેઠી હતી. અા ગાડી નેદ્રા-કાયણ વચ્ચે જતાં ગાડીના ચાલકે અમારે બે માણસો પાછળ રહી ગયેલ હોઇ તેઓને લેવાના છે તમો અહીં ઉતરી જાઓ તેમ કહી કૈલાસબેનને કાયણના પાટિયા પાસે ઉતારેલ હતા જયારે સ્કોર્પિઓ ગાડી પરત નીકળી ગઈ હતી જયારે કૈલાશબેને ઘરે જઈને થેલામાં જોતાં તેમાં સોનાના દાગીના ગાયબ હતા.જેમાં બંગડી નંગ-4 અાશરે 5 તોલા કિ.રૂ.1,25,000, સોનાનું મંગળસૂત્ર આશરે 4 તોલા રૂ. 1,00,000, સોનાની વીંટી અડધો તોલા કી.રૂ.12,500 મળી કુલ રૂ 2,37,500 ની ચોરી થઈ હોવાનું જણાઈ આવતાં આ અંગે કૈલાશબેને સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી હાઇવે પરના સીસીટીવી ફૂટેજો ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે.

X
Siddhpur News - rental of scorpio jeeps from khali four roads of siddhpur taluka 034714
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી