તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસ્તાની પહોળાઈ ઓછી કરી,એક બાજુના વૃક્ષો ડિવાઈડરમાં સમાવતાં 50% વૃક્ષો બચાવી શકાય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ ડીસા હાઇવે પાંચ કિલોમીટર સુધી ફોરલેન બનાવવા માટે અઘાર ગામ નજીક લીમડાના કપાતા 272 વૃક્ષો બચાવવા માટે પર્યાવરણ પ્રેમીઓ ના ચિપકો આંદોલન થી 50 ટકાથી વધુ વૃક્ષો બચી જવાની શક્યતાઓ ઊભી થઈ છે આંદોલનને પગલે રચાયેલી કમિટીએ એસપીને કરેલા રિપોર્ટમાં વૃક્ષો બચાવવા માટે બે વિકલ્પો સૂચવ્યા છે જેમાં એક વિકલ્પમાં રસ્તાની પહોળાઈ ઓછી કરવા અને બીજા વિકલ્પમાં એક સાઈડ ના વૃક્ષો નો ડિવાઈડર માં સમાવેશ કરીને વૃક્ષોને બચાવી શકાય છે. તેઓ અભિપ્રાય આપ્યો છે.

તાજેતરમાં પાટણ ડીસા હાઇવે ફોરલેન બનાવવા માટે અઘાર ગામ નજીક લીમડાના 272 વૃક્ષો કાપવા માટે તંત્રની મંજૂરી થી કોન્ટ્રાક્ટર દ્વારા વૃક્ષ કટિંગ શરુ કરવામાં આવ્યું હતું પરંતુ પર્યાવરણ પ્રેમીઓ એ ચિપકો આંદોલન કરી વૃક્ષ કટિંગ ની કામગીરી અટકાવી હતી જેને પગલે એસપી અક્ષયરાજ મકવાણાએ આર એન બી વન વિભાગ પોલીસ અને પર્યાવરણ પ્રેમીઓ ની એક કમિટીની રચના કરી હતી અને વૃક્ષો બચાવી હાઈવેફોરલેન બની શકે તેમ છે કે કેમ તેનો રિપોર્ટ માગ્યો હતો બાદમાં કમિટી સભ્ય મદદનીશ કાર્યપાલક ઇજનેર બી એમ ત્રિવેદી આર.એફ.ઓ પ્રજ્ઞાબેન ચૌધરી પી.આઈ ચિરાગ ગોસાઈ પર્યાવરણ પ્રેમીઓ નીલેશ રાજગોર સહિતે સ્થળ મુલાકાત કરી હતી કમિટીના સભ્યોએ વૃક્ષોને કપાતા બચાવી શકાય અને જાહેર જનતા માટે ફોરલેન હાઈવે રોડ પણ બની શકે તે સંદર્ભે વિવિધ વિકલ્પોની ચર્ચા કરી હતી. બાદમાં તે રિપોર્ટ કમિટીએ એસ.પી.ને સુપ્રત કર્યો છે.

જેમાં આર એન બિના મદદનીશ કાર્યપાલક ઇજનેર બી એમ ત્રિવેદીએ જણાવ્યું છે કે 8.25 મીટર ની જગ્યાએ 7.25 મીટર નો રોડ બનાવી શકાય છે તેમણે બીજો એક વિકલ્પ એવો આપ્યો છે કે હાલના હયાત રોડની કોઈપણ એક જ સાઈડ ના વૃક્ષો બચાવી શકાય છે જેમાં 272 વૃક્ષોમાંથી 135 જેટલા વૃક્ષો કાપવા પડે તેમ છે. કમિટીએ રિપોર્ટ માં સ્પષ્ટ કર્યું છે કે વધુમાં વધુ વૃક્ષો બચાવી શકાય અને પાટણ ડીસા ફોર લેન રોડ બનાવી શકાય તેમ છે.

એક સાઈડના વૃક્ષોનો ડિવાઈડરમાં સમાવેશ કરી વૃક્ષો બચાવી શકાય છે
માર્ગ અને મકાન વિભાગના મદદનીશ કાર્યપાલક ઇજનેર બી.એમ. ત્રિવેદીને પૂછતા જણાવ્યું હતું કે રોડની પહોળાઈ 8.25 ના બદલે 7.25 કરવામાં આવે તો 50 ટકા વૃક્ષો બચી શકે તેમ છે. જ્યારે રોડની એક સાઈઝના વૃક્ષો ડિવાઈડર માં લેવામાં આવે તો 50 ટકા કરતા વધુ વૃક્ષો બચી શકે તેમ છે પરંતુ તેના માટે રોડ પહોળો કરવા જમીન સંપાદન કરવી પડે પુરાણ કરવું પડે અને તેમાં અંદાજે 13 કરોડ જેટલો ખર્ચ થાય તેમ છે.

વૃક્ષનો ઘેરાવો વધારે હોવાથી રીપ્લાન્ટ થઈ શકે તેમ નથી
- રિપોર્ટમાં આર.એફ.ઓ પ્રજ્ઞાબેન ચૌધરીએ જણાવ્યું છે કે રોડ ઉપર જે 272 વૃક્ષ છે તે ફોરેસ્ટ વિભાગ પાસે ઉપલબ્ધ ટેકનોલોજી પ્રમાણે રીપ્લાન્ટ કરી શકવાની શક્યતા નહિવત છે.કારણ કે જે વૃક્ષ નું રીપ્લાન્ટ કરવાનું હોય તેના થડનો ઘેરાવો 30 સેન્ટીમીટર સુધીનો હોય તો જ થઈ શકે છે તેમાં પણ success ratio ૪૦ ટકાનો જ છે ત્યારે આ રોડ ઉપર જે વૃક્ષ છે તે વધુ ઘેરા વાળા અને જૂના છે. તેથી રીપ્લાન્ટ કરી શકવાની શક્યતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો