રાધનપુરામ જૈન શ્રેષ્ઠીનું સ્વેટર-જાકીટ વિતરણ

રાધનપુર : રાધનપુર નિવાસી અને હાલમાં મુંબઈમાં સ્થાયી થયેલ સ્વ.પદ્માબેન સુર્યકાંતભાઈ સીરિયાના સ્મરણાર્થે સીરિયા...

DivyaBhaskar News Network | Updated - Jan 11, 2019, 03:40 AM
Radhanpur News - radhanpur jain asthi39s sweater jacket distribution 034038
રાધનપુર : રાધનપુર નિવાસી અને હાલમાં મુંબઈમાં સ્થાયી થયેલ સ્વ.પદ્માબેન સુર્યકાંતભાઈ સીરિયાના સ્મરણાર્થે સીરિયા પરિવાર અને શેઠ ગુણવંતભાઇએ પ્રાથમિક-માધ્યમિક શાળાના બાળકોને ઠંડી સામે રક્ષણ મળે તે માટે સ્વેટર-જાકીટ વિતરણનું ઉત્કૃષ્ઠ અને ઉમદા સેવાકીય કામ રાધનપુરના અંતરિયાળ અને જરૂરતમંદ ગામોમાં કર્યું હતું. તાલુકાના ભીલોટ,નવભીલોટ,સાંથલી, રંગપુરા,રામનગર-ભીલોટ,લીંબડકા,રામલીમડા,રૂપસરા,નવા શબ્દલપુરા, જુના શબ્દલપુરાની આંગણવાડીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ઉપરાંત રાધનપુરની સંસ્થાઓ પાંજરાપોળ,દેરાસરો,ભદ્રસાઘના,પાઠશાળા,આંબિલશાળા,ધર્મશાળા અને ભોજનશાળાઓના કર્મચારીઓને તેમજ સાધર્મિક ભાઈઓને કુલ 2300 નંગ સ્વેટર અને 225 નંગ જાકીટનું વિતરણ કર્યું હતું.આ વિતરણ પ્રેરણા કરનાર ગુણવંતભાઈ શેઠના હસ્તે જ કર્યું હતું.

X
Radhanpur News - radhanpur jain asthi39s sweater jacket distribution 034038
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App