પાટણ માર્કેટયાર્ડમાં 16મેથી કપાસની ખરીદી બંધ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપાસની સીઝન પૂર્ણ થતા પાટણ માર્કેટયાર્ડમાં વેચાણ માટે કપાસ નો જથ્થો ઓછો આવી રહ્યો છે ત્યારે 16મે થી નવી સિઝન શરૂ થાય ત્યાં સુધી માર્કેટયાર્ડમાં કપાસની ખરીદી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

પાટણ પંથકમાં કપાસની મોટાપાયે ખેતી થતી હોવાથી હજી સુધી પાટણ માર્કેટયાર્ડમાં વેચાણ માટે કપાસ નો જથ્થો આવતો હતો પરંતુ સીઝન પૂર્ણ થતા હવે આવક એકદમ ઘટી ગઈ છે હાલમાં કપાસના ભાવ 952 થી 1241 સુધીના છે પરંતુ જથ્થો માત્ર 1376 મણ આસપાસ આવી રહ્યો છે ત્યારે 16 મેથી સીઝન શરૂ ના થાય ત્યાં સુધી કપાસની ખરીદી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે નવરાત્રી થી ફરીથી ખરીદી શરૂ થઇ શકે છે તેવુ માર્કેટયાડૅ ના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...