નર્મદા નહેરમાંથી સિંચાઇ માટે ઉપયોગ કરતા પંપ,બકનળી,મશીન દૂર કરવા તંત્રનો હુકમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો ખુબજ મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ હોઇ નર્મદા મુખ્ય નહેર તેમજ કચ્છ શાખા નહેરમાંથી ખેડુતો દ્વારા પોતાના મશીન નહી મુકવા તથા ખેતરોમાં સિંચાઇના હેતુ માટે પાણી નહી ઉપાડવા જિલ્લા મેજીસ્ટ્રેટ પાટણ દ્વારા ફરમાવ્યું છે.આવી બિનઅધિકૃત કામગીરી અટકાવવા બાબતે જાહેરનામું પ્રસિધ્ધ કરવા કાર્યપાલક ઇજનેર, જાહેર આરોગ્ય અને બાંધકામ વિભાગ પાટણ દ્વારા જણાવેલ છે.

કેવડીયા ખાતે સ્થિત સરદાર બંધમાંથી નર્મદા મુખ્ય નહેરમાં અવિરત પાણી કાર્યરત છે. સરદાર મુખ્ય નહેર પાટણ જિલ્લાના ચાણસ્મા અને હારીજ તાલુકામાંથી પસાર થાય છે. સદર મુખ્ય નહેર દ્વારા પાટણ જિલ્લાના ચાણસ્મા, પાટણ, સરસ્વતી, હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર એમ કુલ-8 તાલુકાના 387 ગામોમાં પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. સરકારના આયોજનના ભાગરૂપે નર્મદા મુખ્ય નહેર તેમજ કચ્છ શાખા નહેરમાંથી સીધા પ્રકારના સિંચાઇ પર પ્રતિબંધ મુકેલ છે. નર્મદા મુખ્ય નહેર તેમજ કચ્છ શાખા નહેર પર ગેરકાયદેસરની રીતે પંપ/બકનળી/મશીન મુકવામાં આવેલ છે. નર્મદા મુખ્ય નહેર તેમજ કચ્છ શાખા નહેરની બંને બાજુની જમીન નહેર માટે સંપાદિત થયેલ છે અને તે મિલ્કત સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડની અંગ માલિકીની છે.જેથી આ જમીન હસ્તકમાં પાણી લેવા માટે મુકવામાં આવેલ પંપ/બકનળી/મશીન સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના હસ્તક ગણી જપ્ત કરશે અને નિગમને જમા કરાવશે તે બાબતે પછીથી કોઇ હક્ક/દાવો માન્ય રાખવામાં આવશે નહી.

અન્ય સમાચારો પણ છે...