પોલીસની પાલિકાને અયોગ્ય ડિવાઈડર દૂર કરવા અને સાત વૃક્ષો હટાવવા તાકીદ
પાટણમાં રાજમહેલ રોડ પર પાલિકા દ્વારા બનાવેલું ડિવાઈડર અયોગ્ય હોવાથી દૂર કરી મધ્યમાં બનાવવા માટે તેમજ રોડની પાસેના 7 લીમડા દૂર કરવા યોગ્ય કાર્યવાહી કરવા માટે બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટરે સીઓને જાણ કરી છે આ બાબતે યોગ્ય કાર્યવાહી ન કરવાના કારણે જો ભવિષ્યમાં કોઈ અકસ્માત થશે તો જે જવાબદાર તંત્ર અથવા બોર્ડ ની જવાબદારી નક્કી કરાશે.
પાટણ રાજમહેલ રોડ પર પાલિકાએ બનાવેલા ડિવાઈડર અને લીમડાના 7 વૃક્ષો બાબતે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બી-ડિવીઝન પી.આઇ ચિરાગભાઈ ગોસાઈ એ અકસ્માત નિવારણ માટે પાલિકાને લેખિત જાણ કરી છે કે સિધ્ધરાજ નગર ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશન તરફ ના રોડ ની ડિઝાઇન ખામીયુક્ત છે રોડ ની સ્થળ મુલાકાત લેતા સ્પષ્ટ થયેલ છે કે રોડની વચ્ચે ડીવાઈડર હોવું જોઈએ ડિવાઈડરને કારણે રોડમાં રસ્તાની અસમાન વહેંચણી થાય છે જે અકસ્માતનું કારણ બની શકે ઉપરાંત પાલિકા બજાર રોડ પર 7 જેટલા લીમડાના ઝાડ છે જે વાહન વ્યવહારને અડચણ રૂપ છે ત્યારે ડિવાઈડરને દૂર કરી રોડની મધ્યમાં બનાવવા માટે તેમજ રોડ પાસેના 7 વૃક્ષ દૂર કરવા કાર્યવાહી કરવા જાણ કરી છે તેવું બી ડીવીઝન પી.આઇ ચિરાગ ગોસાઈ એ જણાવ્યું હતું.