તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગવાડા દરવાજા ઉપર બેનર કે પોસ્ટર લગાવશે તેને 5 હજાર દંડ અને 3 માસની સજા થશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ શહેરની વિરાસત બગવાડા દરવાજા પર હવે કોઈ પણ સંસ્થા બેનર કે પોસ્ટર મારશે તો તેના પર વિરાસત રક્ષિત ઇમારત કાયદા અંતગર્ત 5 હજાર દંડ અને 3 માસની સજા થાય માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું ચેતવણી બોર્ડ લગાવામાં આવ્યું છે .

એતિહાસિક શહેરના પ્રવેશ માર્ગ ગણાતા બગવાડા દરવાજો શહેરની શોભા સમાન હોઈ તેના પર સંસ્થાઓ સાથે આડેધડ કાર્યક્રમના બેનરો અને પોસ્ટરો મારી તેની શોભાને બગાડી હાનિ પહોંચાડતા હોઈ ચીફ ઓફિસર પાંચાભાઇ માળી દ્વારા શનિવારે જાતે જ દરવાજા પર ચડી લગાવેલ તમામ પોસ્ટર અને બેનરો ઉતાર્યા હતા સોમવારે વહેલી સવારે ચીફ ઓફિસર દ્વારા બગવાડા દરવાજા પર પોસ્ટર કે બેનર ન લગાવવા માટે સ્પષ્ટ મનાઈ ફરમાવતું બોર્ડ લગાવી બગવાડા દરવાજાને સરકાર દ્વારા રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવેલ હોઈ કોઈ વ્યક્તિ કે સંસ્થા ભૂલથી પોસ્ટર કે બેનર લગાવશે અથવા કોઈપણ પ્રકારનું નુકશાન થાય તેવું કૃત્ય કે ગંદકી કરશે તો તેના પર પોલીસ કેસ કરી રૂ. 5 હજાર દંડ અને 3 માસની જેલ ,અથવા બન્ને સજા લાગુ પડશે તેની ગંભીરતાથી નોંધ લેવા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો