તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધારાની ટ્રેન લોકલ દોડાવવા કાયમી મુસાફરોની માંગણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણથી મહેસાણા વચ્ચે રોજેરોજ ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રિકો અને કર્મચારીઓ દ્વારા પાટણથી મહેસાણા વચ્ચે સવારે અને સાંજ સેક્સ ના સમયગાળામાં લોકલ ટ્રેન ફાળવવામાં આવે તેની માંગ ઉઠી રહી છે આ સંબંધે પશ્ચિમ રેલવેના ડીવીઝન મેનેજર અમદાવાદને લેખિત રજૂઆત કરી છે.

પાટણ-મહેસાણા વચ્ચે અપડાઉન કરતા પ્રકાશકુમાર પટેલ, સુરેશભાઈ પટેલ, શંકરભાઈ પરમાર, પાલિકાના સુમિત ભાઈ પટેલ, પી ડી મોદી સહિત 50 જેટલા મુસાફરોએ રજૂઆતમાં જણાવ્યા મુજબ ખાનગી રોજગાર ધંધો વ્યવસાય નોકરી કે સરકારી નોકરી કરતા લોકો સાંજે છ વાગે છૂટતા હોય છે પણ મહેસાણા જવા માટે સાંજે પાંચ વાગ્યા પછી આઠ વાગ્યા સુધીમાં કોઈ ટ્રેન મળતી નથી જેથી તેઓને અન્ય વાહનોમાં જવાની ફરજ પડે છે ત્યારે સાંજના સમયે નવી ટ્રેન દોડાવાય તો કાયમની તકલીફ દૂર થઇ શકે. વધુમાં મહેસાણાથી પાટણ આવવા માટે સવારે છ વાગ્યા પછી 9 : 45 કલાક સુધી પોણા ચાર કલાક દરમિયાન પણ રેલ્વે ટ્રેન ન હોવાથી તકલીફ ભોગવવી પડે છે એટલે સવારે પણ એક ગાડી દોડાવવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...