તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચારણકા સોલાર પાર્કમાં લોકોને પીવાના પાણીની ખેંચથી હાલાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંતલપુર તાલુકાના ચારણકા સ્થિત એશીયાના પ્રથમ સાૈથી મોટા સોલાર પાર્કમાં પાણીની ભારે તંગી પડી રહી છે અને રોજેરોજ બહારથી ટેન્કરો દ્વારા પાણી લાવવામાં આવી રહયુ઼ છે. જીપીસીએલ સત્તાધિશો સમક્ષ રજુઆત કરાઇ હતી પણ કોઇ વ્યવસ્થા કરાઇ નથી ત્યારે આગામી જુન જુલાઇમાં વરસાદ થાય ત્યાં સુધી આવીજ હાલત રહેવાની શક્યતાથી ત્યાં કામ કરતા લોકોમાં ભારે વ્યગ્રતા જોવા મળી રહી છે.

સોલાર પ્લાન્ટમાં ચાલી રહેલા પ્રોજેકટોના સંચાલકોના જણાવ્યા મુજબ પ્લાન્ટ સંકુલમાં બનાવેલ તળાવમાં ચોમાસાના વરસાદનું પાણી ભરાતું હતું. પણ આ વખતે તળાવમાં બિલકુલ પાણી નથી. તે ઉપરાંત નર્મદા કેનાલનું પાણી પહેલાં આપવામાં આવતું હતું.

તે પણ મળતું નથી. પાણી સ્ટોરેજ માટે ઓવરહેડ ટાંકી પણ બનાવેલ છે પણ બોરવેલ તો શક્ય બનતાજ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ દરેક પ્લાન્ટને બે ત્રણ ટેન્કર પાણીની જરૂર પડે છે.

બધા મળીને 150 થી વધુ ટેન્કર પાણીની જરૂરીયાત સામે કોઇ સગવડ નથી. નજીકના વિસ્તારોમાંથી જ્યાં હોય ત્યાંથી પાણી પ્લેટ ધોવા માટે લાવવું પડે છે. તો પીવા માટે બે ત્રણ દિવસે બામરોલીથી ટેન્કર ભરી લાવવું પડે છે. આ બાબતે સ્થાનિક સત્તાધીશો અને ગાંધીનગર ખાતે બે ત્રણ વખત રજુઆતો કરાઇ છે પણ પાણી કયાંથી લાવવું તેની લાચારી આગળ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...