તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણના શિક્ષક દીકરીના લગ્નના ચાંલ્લાની ભેટ શહીદોને અર્પણ કરશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો પર આવેલી આફતમા મદદરૂપ થવા માટે ભારતવાસીઓ વિવિધ પ્રકારે યોગદાન આપી રહ્યા છે ત્યારે પાટણના એક પ્રાથમિક શિક્ષક અને વેપારી એ પણ શહીદો ના પરિવાર માટે ભીની લાગણી થી આર્થિક મદદ કરવાનો પ્રયાસ કર્યો છે જેમાં શિક્ષકે તેમની દિકરીના લગ્ન મા આવેલી ચાલ્લા ની ભેટ શહીદ પરિવારોને આપવાનો નિર્ણય કર્યો છે જ્યારે વેપારીએ તેમના જન્મદિવસ ની ઉજવણી મોકૂફ રાખીને ઉજવણી પાછળ થતો ખર્ચ શહીદોના પરિવારજનો માટે સીઆરપીએફ માં જમા કરાવ્યો છે.

મૂળ પાટણ તાલુકાના રણુંજ ગામના વતની અને હાલ પાટણ ખાતે રહેતા અને ભાભર પાસે આવેલા ખારા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ મણિભાઈ પટેલ ની દીકરી પાયલ ના 22 ફેબ્રુઆરીએ પાટણ ખાતે લગ્ન હતા આ લગ્ન પ્રસંગમાં તેમને મળેલી ચાલ્લા ની ભેટ ની રકમ અંદાજે રૂ 50000 તેમણે આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને આપવાનો નિર્ધાર કર્યો છે તેમની દેશના જવાનો માટેની લાગણી અને રાષ્ટ્રપ્રત્યેના પ્રેમ ને સૌ કોઈએ બિરદાવ્યો હતો.

ત્યારે પાટણ ના વેપારી અતુલભાઇ ફકીરચંદભાઈ મોદી એ પણ શહીદોના પરિવારજનોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેઓ દર વર્ષે ૧૭ ફેબ્રુઆરીના રોજ તેમના જન્મ દિવસની કરી ન હતી અને જન્મદિવસની ઉજવણી પાછળ થતો ખર્ચ રૂ 5,000 તેમણે શહીદોના પરિવારજનો ને આર્થિક મદદ માટે પેટીએમ થી સીઆરપીએફ માં જમા કરાવ્યા છે. તેમના રાષ્ટ્રપ્રેમ ને પણ સૌ કોઈ એ બિરદાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો