તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણની કતપુર એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીનો હોસ્ટેલમાં ફાંસો ખાઈ આપઘાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણના કતપુર સ્થિત સરકારી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીએ બુધવારે પ્રાઇવેટ હોસ્ટેલમાં કોઇ કારણ સર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા કોલેજ વિદ્યાર્થી વતૃળમાં ચક્રચાર સર્જાઇ હતી. જોકે તેણે આત્મહત્યા શામાટે કરી તેનું રહસ્ય હજુ બહાર આવ્યુ નથી. પોલીસ દ્વારા તણાવના કારણે આ પગલું ભર્યું હોય તેવું અનુમાન કરાઇ રહ્યુ છે.

મૂળ અમદાવાદના બાવળાગામનો વતની દિગ્વિજય યોગેશભાઈ વારીયા ઉંમર 21 છેલ્લા ચાર વર્ષથી રાજપુર ગામ પાસે આવેલી કતપુર એન્જિનિયરિંગ કોલેજ માં કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે અભ્યાસ કરતો હતો અને ઉમા ખાનગી હોસ્ટેલમાં રહેતો હતો. બુધવારે સવારે હોસ્ટેલમાં નાસ્તો કરી રોજની જેમ તૈયાર થઇ ગયો હતો પરંતુ કોલેજ જવા ન નિકળતા તેના રૂમ-પાર્ટનરે કોલેજ આવવુ નથી તેમ પુછતા તેણે મારે આ લેક્ચર એટેન્ડ કરવાનું નથી બીજું કરવાનું છે એટલે તું જા હું પછીથી આવું છું તેમ કહેતા રૂમપાર્ટનર કોલેજ જવા નીકળ્યો હતો. પરંતુ તે ચોપડો કે કઈક ભૂલી ગયો હોવાથી પાછો રૂમ પર જતા દરવાજો બંધ હોઇ ખખડાવતા અંદરથી ખુલ્યો ન હતો તેણે દિગ્વિજયને ફોન કરતા અંદરથી રીસીવ ન થયો એટલે તેણે આસપાસમાં જાણ કરતા લોકોએ ભેગા થઈ રૂમનો દરવાજો તોડી નાખતા દિગ્વિજય પંખાસાથે નાયલોનની દોરી થી ફાંસો ખાધેલી હાલતમાં લટકેલો જોવા મળ્યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પીએસઆઇ પી એસ ચૌધરી ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેના માતા-પિતાને જાણ કરતા તેઓ પાટણ આવી ગયા હતા. ઘટનાને પગલે હોસ્ટેલમાં ગમગીની છવાઈ ગઈ હતી. મૃતક દિગ્વિજય તેના માતા પિતા નો એક માત્ર સંતાન હતો. પાટણ તાલુકા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

આ અંગે પી.એસ.આઇ પી એસ ચૌધરીએ જણાવ્યું હતું કે આપઘાતનુ ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી ત્રીજા સેમિસ્ટર નું તેનું પરિણામ ઓછું આવ્યું હતું પરંતુ તે બાબતને એક માસ જેટલો સમય થયો હોઇ આ પગલું ભરવા પાછળ તે કારણભુત છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ તે ડિપ્રેશનમાં રહેતો હતો અને અને હું મરી જઈશ તો બીજા બધા શું કરશે તેવી ક્યારેક વાતો કરતો હતો તેવું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...