તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ યુનિવર્સીટીમાં મહિલાઓ અને તેમના બાળકો માટે રહેવા રમવા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ યુનિવર્સીટીમાં મહિલાઓ અને તેમના બાળકો માટે રહેવા રમવા અને આરામ માટે મહિલા અને બાલ સુવિધા કેન્દ્ર કાર્યરત કર્યું છે અને આ કેન્દ્ર બહારથી તેમજ સ્ટાફની મહિલાઓને તેમના બાળકો સાથે સમય પસાર કરવા માટે સુવિધાઓ સાથે સુરક્ષિત સ્થળ બનવા પામ્યું છે.

યુનિવર્સીટીમાં પરીક્ષા તેમજ કામ અર્થે બહારથી બાળકો સાથે આવતી મહિલાઓ સહિત સ્ટાફની મહિલાઓ આરામ સાથે બાળકોને રાખવા કરવા માટે મુશ્કેલી ઉભી ના થાય તેવા હેતુથી વહીવટી ભવન પાછળ સ્પેશ્યલ મહિલા અને બાળ સુવિધા કેન્દ્ર ઉભું કર્યું છે.અને આ કેન્દ્રમાં મહિલાઓને આરામ,વાંચન અને બાળકોને રમવા માટે કીડા ઘર સહીત સુવડાવા માટે ઘોડિયા સુધીની સુવિધાઓ ઉભી કરી છે જેથી બહારથી બાળકો સાથે આવતી મહિલાઓને પોતાના બાળકોને સમગ્ર દિવસ દરમ્યાન રાખવા માટેનું વ્યવસ્થા મળી રહી છે. યુનિવર્સીટીમાં ફરજ બજાવતી મહિલા ક્રમીઓ માટે રીસેસ સમયે નાસ્તા સહિત આરામ માટેની પણ વ્યવસ્થા હોય તેઓને કોઈ અન્ય સ્થળો પર જવાની પણ કોઈ જરૂયાત ઉભી થતી નથી અને આ મહિલા અને બાળ કેન્દ્ર મહિલાઓ માટે વિશ્રામધામ સમાન બનવા પામ્યું છે

કેન્દ્રના સંચાલક ર્શિમબેન પટેલ દ્વારા જણાવ્યું કે બહારથી બાળકો સાથે આવતા વાલીઓ કે મહિલાઓને આ કેન્દ્રમાં આવી બાળકોને આરામથી રમાડી અને આરામ કરી સમય પસાર કરી શકે છે અને સાથે તેમને વાંચન માટે અમે પુસ્તિકાઓ સહિત ટીવી સુધીની સુવિધા હોય આસાનીથી તેમનો સમય પસાર થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...