પાટણ| રાધનપુર તાલુકાના સીનાડ ગામે પોલીસે બાતમી આધારે રેડ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ| રાધનપુર તાલુકાના સીનાડ ગામે પોલીસે બાતમી આધારે રેડ કરી છ શકુનીઓને એક લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.

સિનાડમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી જુગાર રમતા છ શકુનિઓ રાધનપુરના જીવાભાઈ હેમાભાઈ પરમાર, હીરાભાઈ વિરચંદભાઈ પટેલ, વર્ધીરામ મનસુખરામ ઠક્કર રણછોડભાઈ ભાવસંગજી ઠાકોર, ઈસુબભાઈ રહેમાનભાઇ ઘાંચી,કલ્યાણપુરાના મફાજી રામચંદજી ઠાકોરને રૂ 10120 રોકડ અને ત્રણ બાઈક છ મોબાઈલ મળી કુલ રૂ 1,01,120 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા જ્યારે મકાન માલિક પુનાભાઈ પરમાર મળ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...