તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણના પાટીદાર સમાજે 42 નવજાત દીકરીઓને ફૂલડે વધાવી માતાને ચાંદીનો સિક્કો અર્પણ કર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ લેઉવા પાટીદાર કેળવણી પ્રગતિ મંડળ નો ઇનામ વિતરણ સન્માન અને બેટી બચાવો બેટી પઢાવો ત્રિવિધ કાર્યક્રમ માં વર્ષ 2019માં જન્મેલી 42 દીકરીઓ ને સમાજે ફુલડા થી વધાવી હતી અને માતાઓને ચાંદીનો સિક્કો અર્પણ કરી સ્ત્રી જન્મ દર વધારવા બદલ સન્માનિત કરવામાં આવી હતી.

ભ્રૂણહત્યા અટકે અને સરકારના સ્ત્રી જન્મદર વધારવાના પ્રયાસો સાર્થક થાય તે માટે પાટણ લેઉવા પાટીદાર પ્રગતિ કેળવણી મંડળ દ્વારા છેલ્લા દસ વર્ષથી બેટી બચાવો બેટી વધાવો કાર્યક્રમ અંતર્ગત દીકરીઓને લક્ષ્મી ગણી નવજાત બાળકીઓ ને ફુલડા થી વધાવવામાં આવે છે અને માતાઓને ચાંદીનો સિક્કો અર્પણ કરી સન્માનિત કરવામાં આવે છે આ આ પ્રસંગે વર્ષ 2019માં જન્મેલી 42 બાળકીઓને ફૂલડે થી થી વધાવી હતી સાથે સમારંભના મુખ્ય દાતા રણછોડભાઈ પટેલ બેટી બચાવો બેટી વધાવો સમારંભના મુખ્ય દાતા મંજુલાબેન પટેલ સહિત અન્ય દાતાઓ તેમજ શાળામાં આચાર્ય તરીકે પસંદગી પામેલા સમાજના પાંચ શિક્ષકો મેડિકલ ક્ષેત્રે ડોક્ટરની પદવી હાંસલ કરેલ બે દીકરીઓ સહિત અન્ય પાંચ પીએચડી ધારકો નું શાલ થી તેમજ ચાંદીનો સિક્કો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત ધોરણ એક થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના 200 થી વધુ તેજસ્વી તારલાઓને વિવિધ ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા આ પ્રસંગે આચાર્ય ધનરાજ ભાઈ ઠક્કર ડાયનેમિક પ્રોડક્ટસ લિમિટેડ ના ચેરમેન બી.કે.પટેલ પ્રો. આશુતોષ પાઠક સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો