પાટણ, મહેસાણા, બનાસકાંઠાના દારુનાં 7 ગુનામાં ફરાર સુણસરનો શખ્સ ઝબ્બે

DivyaBhaskar News Network

Jan 12, 2019, 03:16 AM IST
Patan News - patan mehsana banaskantha liquor corporation 7 absconding accused 031622
ચાણસ્મા તાલુકાના સુણસર ગામના જેલ ફરારી તેમજ પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના દારૂના સાત ગુનામાં નાસતા ફરતા શખ્સને પાટણ એલસીબી પોલીસે પકડી પાડ્યો હતો.

એલસીબી પીએસઆઇ વાય કે ઝાલા તેમની ટીમ સાથે નાસતા ફરતા આરોપીઓ અને જેલ ફરારી કેદીઓને પકડવાની કામગીરીમાં હતા. ત્યારે મળેલ બાતમીના આધારે હત્યા કેસના કાચા કામના કેદી ચાણસ્મા તાલુકાના સુણસર ગામના રાજુજી બનેસંગ ઝાલા પાટણ સુજનીપુર સબ જેલ ખાતેથી 5 જાન્યુઆરી 2018ના રોજ કોર્ટમાંથી વચગાળાના શરતી 7 દિવસ જામીન મેળવી મુક્ત થયેલા હતા.પરંતુ તે હજુ સુધી હાજર થયો ન હતો. છેલ્લા એકાદ વર્ષથી નાસતો ફરતો હતો તેને એલસીબીની ટીમે પાટણથી પકડી અટકાયત કરી હતી તેણે જેલ ફરારી સમયગાળા દરમિયાન પાટણ મહેસાણા બનાસકાંઠા જિલ્લાઓમાં દારૂના સાત ગુનાઓ કર્યા હતા પરંતુ તે પોલીસની પકડમાં આવ્યો ન હતો અને નાસતો ફરતો હતો.

X
Patan News - patan mehsana banaskantha liquor corporation 7 absconding accused 031622
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી