પાટણ : હે.ઉ.ગુ. યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ અને પત્રકારત્વ વિભાગ,રિલાયન્સ ફાઉન્ડેશન

Patan News - patan hog university hospital management and journalism department reliance foundation 032814

DivyaBhaskar News Network

Feb 12, 2019, 03:28 AM IST
પાટણ : હે.ઉ.ગુ. યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ અને પત્રકારત્વ વિભાગ,રિલાયન્સ ફાઉન્ડેશન અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે આયુષ્યમાન ભારત અને રોડ ટ્રાફીક સલામતી વિષય પર યોજાયેલા સેમિનારમાં વિદ્યાર્થીઅોને યોજનાનું મહત્વ સમજાવાયું હતું.સિવિલ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના જજ વી.જે. ગઢવીએ જણાવ્યું કે,કાયદો ભય બતાવવા માટે નથી.વિદ્યાર્થીઓએ પણ કોર્ટથી ડર રાખ્યા વિના મુલાકાત લઈ કાર્ય પધ્ધતિ સમજવી જોઇઅે.

હોસ્પિટલ મેનેજ મેન્ટના વડા ડૉ.કે.કે.પટેલ અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના મેડિકલ ઓફીસર ડૉ.આર.ટી.પટેલે છાત્રોને ગામડા સુધી જાણકારી પહોંચે તેના પ્રયાસો કરવા જોઇએ.યોજનાના કો ઓર્ડીનેટર ભૂમિકા પટેલે વિસ્તૃત સમજ આપી હતી.છાત્રો રોડ પર ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન નહીં કરવાના શપથલીધા હતા.જેમાં પત્રકારત્વ કો-ઓર્ડીનેટર આનંદ પટેલ,ભરત ચૌધરી અને વિવિધ વિભાગના પ્રોફેસર હાજર રહ્યા હતા.

X
Patan News - patan hog university hospital management and journalism department reliance foundation 032814
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી