પાટણ શહેરના ઘન કચરાનો નિકાલ માખણીયા વિસ્તારમાં કરી રહ્યો

DivyaBhaskar News Network

Jan 11, 2019, 03:35 AM IST
Patan News - patan decided to dispose of solid waste of the city in the area of machhania 033514

પાટણ શહેરના ઘન કચરાનો નિકાલ માખણીયા વિસ્તારમાં કરી રહ્યો છે આ ઉપરાંત ઊંઝા, ચાણસ્મા, હારીજ, સિદ્ધપુર અને મહેસાણા પાલિકા દ્વારા પણ આ વિસ્તારમાં કચરાનો નિકાલ કરવાના નિર્ણય સામે સાંડેસરા પાર્ટી અને માખણીયા પરા ગામના ખેડૂતો અને મહિલાઓએ વિરોધ કર્યો છે ગુરુવારે પાટણ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ઘન કચરાની સાઈટને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા માટેની માંગ કરી હતી.

શહેરના માખણીયા વિસ્તારમાં વર્ષોથી ભીનો અને સુકો કચરો ઠલવાય છે. જેના કારણે આ વિસ્તારમાં ભારે પ્રદૂષણ તેમજ ગંદકી થઇ રહી છે આ કચરો સળગાવતા 7થી 8 કિલોમીટરના ઘેરાવામાં ધુમાડાની ચાદર ફેલાઈ જાય છે આ ધુમાડાથી મિથેન કાર્બન ડાયોક્સાઇડ ગેસના કારણે 7 થી 8 કિ.મી.ના વિસ્તારમાં રહેતા અંદાજે 15,000 જેટલા રહીશોને તેમજ ખેડૂતોને સ્વાસ્થલક્ષી બીમારીઓ થાય છે લોકોને શ્વાસ અને ચામડીની ગંભીર પ્રકારની બીમારી ઓ થાય છે. ત્યારે ઊંઝા ચાણસ્મા-હારિજ સિદ્ધપુર મહેસાણા પાલિકાઓનો કચરો આવશે તો સમસ્યાઓ વધી જશે માખણીયા પરાની ઘનકચરા સાઇટની આજુબાજુના કતપુર માખણીયાપરા ખારીવાવડી અને કુણઘેર સહિતના ગામોના લોકો આ ગંભીર સમસ્યાથી પરેશાન છે.

ત્યારે આ ઘનકચરા નિકાલની સાઈડ ને અન્યત્ર સ્થળે ખસેડવા માટે ની માંગ સાથે ગુરુવારે માખણ યાત્રા તેમજ સાંડેસરા પાર્ટી ના ખેડૂતો તેમજ મહિલાઓએ ભારે વિરોધ સાથે નિવાસી અધિક કલેકટર બીજી પ્રજાપતિને આવેદનપત્ર આપ્યું હતું યોગ્ય પગલા લઈ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.

X
Patan News - patan decided to dispose of solid waste of the city in the area of machhania 033514
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી