તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણમાં વધુ એક વખત ગાડીનો કાચ તોડી ગઠિયો રૂ.40 હજાર ભરેલ પર્સ ચોરી ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણમાં ફરીથી એક વખત ગાડીનો કાચ તોડી કોઈ ગઠીયો રૂ 40000 ઉપરાંતની રોકડ ભરેલા પર્સની ચોરી કરી નાસી ગયો હતો. શનિવારે જનતા હોસ્પિટલ પાસે કચ્છના અંજારથી આવેલા યુવકની ગાડીમાંથી રોકડ ભરેલું પર્સ ચોરાયું હતું. 1 ટાબરિયો પર્સ લઈને જતો CCTVમાં ઝડપાયો છે.

કચ્છના અંજાર ખાતે રહેતા નિકુંજભાઈ દશરથલાલ મોદી ગાડી લઈને પાટણ જનતા હોસ્પિટલ ખાતે તેમના કારીગરની સારવાર માટે આવેલા હતા તેમને હોસ્પિટલ ની સામે આવેલા કોમ્પલેક્ષ પાસે ગાડી પાર્ક કરી હતી અને તેઓ હોસ્પિટલમાં ગયા હતા તે વખતે કોઈ ગઠીયો ગાડીનો કાચ તોડી અંદરથી રૂપિયા 40 હજાર ઉપરાંતની રોકડ ભરેલા પર્સની ચોરી કરી ગયો હતો અને પર્સમાંથી પૈસા કાઢી બસ સ્ટેન્ડ પાસે કોઈ બાઈક પર પર્સ લટકાવીને જતો રહ્યો હતો કોઈ વેપારીને પર્સ મળતા તેમણે પર્સમાં પડેલા કાગળ ઉપરથી નિકુંજભાઈ મોદીનો નંબર મેળવીને સંપર્ક કરી પર્સ પરત કર્યું હતું. તેમણે આ અંગે બી ડિવિઝન પોલીસ મથક જાણ કરી હતી જો કે આ ઘટના સવારે બની હતી પરંતુ સાંજ સુધી બી ડિવિઝન પોલીસની ટીમે તપાસ માટે કોઈ પગલા લીધા ન હતા.

ઉલ્લેખનીય છે કે, પાટણમાં ગાડીનો કાચ તોડી પૈસા ભરેલુ પર્સ ચોરી જવાની અગાઉ પણ અનેક વખત ઘટનાઓ બની ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...