તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉતર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડીની લેવામા આવેલા ઓનલાઈન પ્રવેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉતર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડીની લેવામા આવેલા ઓનલાઈન પ્રવેશ પરીક્ષા દરમ્યાન અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા વિવાદને લઈ રદ કર્યા બાદ આજે ફરી અર્થશાસ્ત્ર અને બાકી રહેલ એજ્યુકેશન વિષયની પરીક્ષા લેવામા આવી હતી જેમા બન્ને વિષયોના કુલ 270 માંથી 90 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.

યુનિવર્સિટીમા પીએચડીના અભ્યાસક્રમ માટે ઓનલાઈન પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી જેમા અર્થશાસ્ત્ર વિષયમાં નેટ કનેક્ટવીટી સહીત પ્રશ્નો રીપીટની ક્ષતિઓને લઈ છાત્રાઓંએ હોબાળો કરતા પરીક્ષા કમિટીએ તાત્કાલિક પરીક્ષા રદ કરી અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા ફરી યોજવાનો નિર્ણય કર્યો હતો ત્યારે 11 એપ્રિલના રોજ અર્થશાસ્ત્ર વિષય અને બાકી રહેલ એજ્યુકેશન વિષય બન્નેની ઍક સાથે ગણિતશાસ્ત્ર અને એમએસસીઆઈટી વિભાગમાં બે સેક્શનમા છાત્રોની પરીક્ષા લેવામા આવી હતી જેમા અર્થશાસ્ત્ર વિષયની સવારના સેક્શનમા ગણિતશાસ્ત્રમા પરીક્ષા લેવામા આવી હતી જેમા કુલ 82 માંથી 61 છાત્રોં હાજર રહ્યા હતા એજ્યુકેશન વિષયની બપોરના સેક્શનમા બન્ને ભવનોની 6 લેબમાં પરીક્ષા યોજાઈ હતી જેમા કુલ 188 માંથી 119 છાત્રોં હાજર રહ્યા હતા અને બન્ને વિષયોનું પરિણામ 12 એપ્રિલના રોજ જાહેર કરવામા આવશે અને બાકી રહેલા મનોવિજ્ઞાન, માઇકૉબાયોલોજી, અર્થશાસ્ત્ર અને એજ્યુકેશન ચારેય વિષયનું 17 એપ્રિલના રોજ વાયવા પરીક્ષા યોજાશે તેવું પરીક્ષા કમિટીના કન્વીનર મહેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું.

વધુમાં અગાઉ લેવાયેલ અર્થશાસ્ત્રની પરીક્ષામા નેટ કનેક્ટવીટીને લઈ ક્ષતિઓ આવી હોઇ પરીક્ષા કમિટી દ્વારા ફરી પરીક્ષામા કોઇ ક્ષતિઓ ના સર્જાય અને પરીક્ષાર્થીને કોઇ અડચણ ના થાય તે માટે ખાસ નેટ કનેક્ટવીટીને ધ્યાને રાખી એમએસસીઆઈટી પરીક્ષા સેન્ટરની દરેક લેબોમા ફક્ત 22 છાત્રોં જ બેસાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...