તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકામાં પાણીના ટ્યુબવેલનું સવાથી દોઢ કરોડનું વીજ બિલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ શહેરમાં નગરપાલિકાના ટ્યુબવેલોમાં ક્ષારનું પ્રમાણ વધારે હોઇ અને અેક બોરને બાદ કરતા તમામના પાણીના રીપોર્ટ ફેઇલ ગયા છે જે બંધ જ રહેતા હોવાનું પાલિકા કહી રહી છે ત્યારે પાલિકાના ટ્યુબવેલોનું વોટર વર્કસનું બિલ તગડુ અેટલે કે સવાથી દોઢ કરોડ સુધીનું છેલ્લા પાંચ વર્ષથી અાવી રહયું છે.જેને લઇ બોર બંધ રહેતા હોવાના અને બોરનું પાણી અાપવામાં અાવતું ન હોવાના પાલીકાના બચાવ અંગે સવાલો ઉઠી રહયા છે.

ધારાસભ્ય કીરીટભાઇ પટેલે નગરપાલિકાના બોરના પાણીના રીપોર્ટ નાપાસ થતાં સવાલો ઉઠાવ્યા છે ત્યારે ધારાસભ્ય કાર્યાલયના સૂત્રોના મતે ક્ષારયુકત પાણીનો ઉપયોગ નથી કરાતો તેવી દલીલની ખોટી ગણાવાઇ રહી છે. પાલિકાનું વોટર વર્કસનું વીજબિલ 2019-20 માં 1 કરોડ 25 લાખ, 2018-19માં 1 કરોડ 54 લાખ,2017-18માં રૂ. 1 કરોડ 47 લાખ, 2016-17 માં 1.06 કરોડ અને 2015-16માં 1.29 કરોડ અાવ્યું છે જો બોર બંધ રહેતા હોય તો અાટલું બિલ કઇ રીતે અાવે તેવી દલીલકરાઇ રહી છે.

જોકે અા સબંધે પૂછવામાં અાવતાં નવા ચીફ અોફીસર પાંચાભાઇ માળીઅે વોટર વર્કસ શાખાના કર્મચારી હાજર હોઇ તેઅોને પૂછીને જ્યારે નર્મદાનું પાણી અોછી માત્રામાં મળે ત્યારે જ બોરનું પાણી મિક્ષ કરીને અાપવાની જરુર પડે છે પણ હમણાંથી તેવી કોઇ જરુર ઉભી થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો