તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Patan News On The Day Of Landing 700 Kg Of Turkey Will Be Used For Relief And The Sale Of 300 Kg Jalebi Will Be Used For Profit Cattle Service 071038

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણના દિવસે રાહત દરે 700 કિલો ઉંધિયંુ અને 300 કિલો જલેબી વેચી નફો પશુઓની સેવા વપરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોંઘવારીના સમયમાં સામાન્ય માણસ પણ ઉતરાયણ પર્વમાં ઉંધિયા ને જલેબીની લિજ્જત માણી શકે તે માટે પાટણમાં દ્વારકેશ મિત્ર મંડળ દ્વારા સેવાના ભાવથી રાહત દરે ઊંધિયા જલેબીનું વેચાણ કરશે અને તેમાં જે નફો થશે તે પશુ પક્ષીઓ માટે ઉપયોગમાં લેવાશે આ મિત્ર મંડળ સતત ચાર વર્ષથી આ રીતે સેવાકીય પ્રવૃત્તિ કરે છે.

મોંઘવારીના કારણે ગરીબ સામાન્ય વર્ગના માણસો તહેવારોની મજા માણી શકતા નથી ત્યારે દરેક વર્ગના લોકો ઉત્તરાયણ પર્વમાં ઉંધિયા જલેબીની લિજ્જત માણી શકે તે માટે પાટણમાં શારદા સિનેમા નજીક નવા માઢ પાસે દ્વારકેશ મિત્ર મંડળ દ્વારા ઉતરાયણના દિવસે રાહત દરે રૂ.100 પ્રતિ કિલોના ભાવે ઊંધિયા જલેબીનું વેચાણ કરશે700 કિલો ઊંધિયું અને 300 કિલો જલેબી બનાવશે ઉંધીયુ બનાવવા માટે મિત્ર મંડળના યુવકો ભારે જહેમત ઉઠાવે છે ઊંધિયા માં 150 કિલો બટાકા115 કિલો વટાણા75 કિલો લીલવા 60 કિલો તુવેર 40 કિલો વાલોડ 20 કિલો કેળા 7 કિલો સકરીયા 5 કિલો ગાજર 5 કિલો સફરજન 2 કિલો સુરણ અને 5 કિલો કાજુ બદામનો ઉપયોગ કરાશે ઊંધિયા જલેબીના વેચાણથી જે નફો થશે તેમાંથી સ્વાન માટે લાડુ બનાવવામાં આવશે.

દ્વારકેશ મિત્ર મંડળના સભ્ય પીન્કેશ પટેલે જણાવ્યું છે આ પ્રોજેક્ટથી દરેક લોકો ઉત્તરાયણ પર્વમાં ઊંધિયા જલેબીની લિજ્જત માણી શકે અને જે કંઈ નફો મળે તેમાંથી પશુ પક્ષીઓ ની સેવા થઇ શકે તે માટે સતત ચાર વર્ષથી મિત્ર મંડળ દ્વારા આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો