તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2જી ઓક્ટોબરે શંખેશ્વરના મુખ્ય રોડની સફાઈ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શંખેશ્વર સેવાસદન ખાતે શંખેશ્વરને મોડૅલ વિલેજ તરીકેના વિકાસ બાબતે તેમજ આગામી બીજી ઓક્ટોબરના ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શંખેશ્વર મુકામે આયોજન કરવા બાબતે ચર્ચા-વિચારણા કરી હતી.

પાટણ જિલ્લા વિકાસ અધિકારી, ડીઆરડીઅે ડાયરેક્ટર ડી એલ પરમાર ,નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શંખેશ્વર ડૉ. કલ્પનાબેન ચૌધરી તેમજ શંખેશ્વર ના મામલતદાર ગઢવીની ઉપસ્થિતિમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ પ્લાસ્ટિક કલેક્શન બાબતે મહા શ્રમદાનનું આયોજન કરેલ છે. જેમાં શંખેશ્વરના મુખ્ય રોડની સફાઈ કરાશે. શંખેશ્વરને સ્વચ્છ અને સુંદર બનાવવા બહોળી સંખ્યામાં લોકોને હાજર રાખવા માટે ચર્ચા-વિચારણા કરી. તેવુ રિલાયન્સ ફાઉન્ડેશનના શંખેશ્વરના કાર્યકર્તા વ્રજલાલભાઈ રાજગોર જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...