પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નો મુદ્દે સોમવારે પાટણ જિલ્લા પ્રાથમિક

Patan News - on monday patan district primary 033023

DivyaBhaskar News Network

Feb 12, 2019, 03:30 AM IST

પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નો મુદ્દે સોમવારે પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ શિક્ષકોએ ધરણાં યોજી કાળી પટ્ટી ધારણ કરીને દેખાવો કર્યા હતા જ્યારે શાળાઓમાં પણ શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી શિક્ષણકાર્ય કર્યું હતું.

રાજ્યમાં 1997થી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ફિક્સ પગારમાં વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવે છે તેમની સળંગ નોકરી ગણવી ,મુખ્ય શિક્ષકોના એચ.આર.એ નક્કી કરવા ,સાતમા પગાર પંચના લાભ આપવા, જૂની પેન્શન યોજના લાગુ કરવી સહિતની માંગણીઓ તેમજ શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવાના વિરોધમાં સોમવારે પાટણ જિલ્લાના 400 જેટલા પ્રાથમિક શિક્ષકો એ એક દિવસની રજા મૂકી પાટણ સિંધવાઇ માતા મંદિર સંકુલ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ ધારણા કરી વિરોધ કર્યો હતો.આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી માનાભાઈ રબારી એ જણાવ્યું હતું કે શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી આપવા સામે લોકોએ જ વિરોધ કરવો જોઈએ અને શિક્ષકોને વર્ગખંડમાં જ રહેવા દેવા જોઈએ.કાર્યક્રમ માં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જીતુભાઈ પટેલ, મંત્રી માનાભાઈ રબારી, શેતાનસિંહ સોઢા, જગદીશભાઈ પટેલ ,પંકજભાઈ પટેલ, ખોડાજી રાજપુત, ગિરીશભાઈ પટેલ, અરજણભાઈ ચૌધરી ,ચિરાગભાઈ પટેલ, અજીતભાઈ પટેલ સહિતના હોદ્દેદારો અને શિક્ષકો જોડાયા હતા. પાટણ ધારાસભ્યના પ્રતિનિધિને આવેદન અપાયું હતું.

X
Patan News - on monday patan district primary 033023
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી