તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકસભા ચૂંટણીના ભાજપના ગુજરાત પ્રભારી ઓમ પ્રકાશ માથુરે સોમવારે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

લોકસભા ચૂંટણીના ભાજપના ગુજરાત પ્રભારી ઓમ પ્રકાશ માથુરે સોમવારે પાટણની મુલાકાત લીધી હતી જેમાં પાટણ લોકસભા બેઠક પર ભાજપમાંથી આયાતી ઉમેદવાર ન મુકવા અને સ્થાનિકને ટિકિટ આપવાની માગણી માટે ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોએ રજૂઆત કરી હતી .

બે કલાકની તપસ્યા બાદ આ રજૂઆત કરવા માટે નો મોકો મળ્યો હતો. લોકસભાની ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે સોમવારે ભાજપના ગુજરાત પ્રભારી ઓમ પ્રકાશ માથુરના અધ્યક્ષ સ્થાને પાટણની પાયોનીયર કિડસ ખાતે પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, કે સી પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં બંધબારણે એક બેઠક મળી હતી જેમાં ભાજપના મયંક નાયક ,મોહનભાઈ પટેલ, ભરતભાઈ રાજગોર ,ભાવસિંહ રાઠોડ, રણછોડ દેશાઇ ,નાગરજી ઠાકોર, લવિંગજી સોલંકી ,નટુજી ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.બેઠક ચાલી રહી હતી તે વખતે પાટણ લોકસભા બેઠકના વિવિધ ગામોમાંથી ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો ભારત માતાકી જય.વંદે માતરમ ના નારા સાથે રજૂઆત કરવા આવતાં પોલીસે સ્કૂલનો મુખ્ય દરવાજો બંધ કરી પ્રવેશવા ન દેતાં બે કલાક સુધી બહાર ઉભા રહી કંટાળી ફરી નારેબાજી કરતા માહોલ ગરમાયો હતો.

મીટીંગ બાદ ઓમ પ્રકાશ માથુર તેમને મળતાં સમાજના અગ્રણી મંગાજી ઠાકોરે પાટણ લોકસભા બેઠક પર ભાજપમાં આયાતી ઉમેદવારને ટિકિટ ન આપવી અને તેઓ તમામ લોકો જુગલજી ઠાકોરના સમર્થનમાં છે અને તેમને ટિકિટ અપાશે તો પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણા બેઠક પર ભાજપ ને અમે મદદ કરીશું તેવી રજૂઆત કરતાં ઓમ પ્રકાશ માથુરે પાર્ટીનો સર્વે ચાલી રહ્યો છે તમારી ભાવનાઓની કદર કરીને નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. મંગાજી ઠાકોરે જણાવ્યું હતું કે પાટણ બેઠક પર આયાતી ઉમેદવારને લાવશે તો અમે તેનો વિરોધ કરીશું અને પાર્ટીઅે તેનું પરિણામ ભોગવવું પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો