તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લાની અદાલતોમાં 31 માર્ચ સુધી પક્ષકારોને હાજર ન રાખવા મુખ્ય ન્યાયાધિશ દ્વારા સુચના

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસ સામે તકેદારીના ભાગરૂપે પાટણ જિલ્લાની તમામ કોર્ટમાં આવતા તમામ આરોપીઓ, સાક્ષીઓ, પક્ષકારો તેમજ સબંધિત વ્યક્તિઓને આગામી તા.31 માર્ચ સુધી શક્ય હોય ત્યાં સુધી અદાલતમાં ન આવવા જણાવવામાં આવ્યું છે. કોર્ટ કાર્યવાહીમાં હાજર ન રહેવાના કારણે કોઈના વિરૂદ્ધ સમન્શ કાર્યવાહી કરવામા આવશે નહીં. અા અગે પાટણ જિલ્લા બાર અને પાટણ જિલ્લા રૂરલ બાર દ્વારા પણ ઠરાવ કરીને પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ જજને મોકલી અપાયા છે.

આ અંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી અને જજ વિશાલભાઈ ગઢવીએ જણાવ્યું કે, પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ જજની સુચનાથી કોર્ટ સંકુલમાં દાખલ થતા કોર્ટ સ્ટાફ, વકીલો અને અન્ય તમામનું ટેમ્પરેચર ગન દ્વારા ચેકીંગ કરાઈ રહ્યું છે. કોર્ટના તમામ સ્ટાફસહિત અન્ય તમામને આરોગ્યપ્રદ ઉકાળો પીવડાવવાની સાથે ફેસ માસ્ક અને સેનેટાઈઝર ની સુવિધા આપી છે. ઉપરાંત કોર્ટ બિલ્ડીંગમાં સ્વચ્છતા જાળવવા સઘન સફાઈ કામ હાથ ધર્યું છે.

પાટણમાં કલેકટરને મળવા આવેલા સંતોને સેનેટાઈઝરથી હાથ સાફ કરાવ્યા બાદ ચેમ્બરમાં પ્રવેશ આપવામાં આવ્યો

કોર્ટ સંકુલમાં દાખલ થતા કોર્ટ સ્ટાફ, વકીલોનું ટેમ્પરેચર ગન દ્વારા ચેકીંગ, આરોગ્યપ્રદ ઉકાળાનું વિતરણ, સ્ટાફને માસ્ક,સેનેટાઈઝરની સુવિધા અપાઈ


_photocaption_પાટણ કલેકટર આનંદ પટેલને મળવા માટે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને સેનેટાઈઝરથી હાથ સાફ કરાવ્યા બાદ ચેમ્બરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.*photocaption*
અન્ય સમાચારો પણ છે...