તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શનિ-રવિના દિવસે પાલિકાની ટીમો વેરાની વસુલાત કરશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ પાલિકા દ્વારા શહેરમાં બાકી કરોડોની વેરા વસુલાત શરૂ કરવામાં આવી છે છતાં શહેરમાં 21 કરોડની વસુલાત બાકી હોઈ રજાના દિવસે શનિ અને રવિવારે પાલિકા સાત ટિમો બનાવી શહેરના તમામ કોમ્પલેક્ષોમાં ફરી બાકી વેરાની વસુલાત કરશે .

પાટણ શહેરમાં ફેબ્રુઆરી માસથી બાકી વેરાની વસુલાત શરૂ કરવામાં આવી છે જેમાં એક માસમાં 1.50 કરોડ જેટલી રકમની વસુલાત થવા પામી છે ત્યારે શહેરમાં હજુ પણ મોટાભાગના વેપારીઓ, રહેણાક વિસ્તારો અને સંસ્થાઓના વેરા વસુલાત બાકી છે ત્યારે પાલિકા દ્વારા સત્વરે વેરા વસુલાત પૂર્ણ થાય અને પાલિકાના સ્વભંડોળની આવકમાં વધારો થાય તેવા હેતુંથી રજાના દિવસે વસુલાત કરવાનું નક્કી કરાયું છે અને ચીફ ઓફિસર પાંચાભાઇ માળીના માર્ગદર્શન મુજબ શહેરના 50 જેટલા કોમ્પલેક્ષોમાં એક સાથે આ શનિ અને રવિવારે રજા હોવા છતાં વસુલાત કરવાની કામગીરી માટે કર્મચારીઓની સાત ટિમો બનાવી અલગ અલગ વિસ્તારમા મોકલાશે.અને ટિમો સતત બે દિવસ કોમ્પલેક્ષોમાં આવેલ દુકાનો સહીત આસપાસના રહેણાંક વિસ્તારોમાં ઘરના બાકી વેરાની ઉઘરાણી કરશે.

રૂપિયા 5 કરોડનો ખોટો વેરો ઉધારાયો

પાલિકાના ચોપડે અંદાજે 24 કરોડ વેરો બાકી છે જે પૈકી 1.50 કરોડની વસુલાત દરમ્યાન અનેક સ્થળો પર બાકી વેરા મિલ્કત ધારકો સ્થળ પર રહેતા ન હોઈ ,અથવા ભૂગર્ભ,નળ કનેક્શન ન હોવા છતાં વેરા નોંધાયા, અથવા વેરા બાકી વાળા માલિકોએ પ્રોપર્ટી વેચી દીધી હોઈ તેવા કિસ્સાઓ ધ્યાને આવ્યા છે ત્યારે વર્ષોથી આજદિન સુધીમાં વ્યાજ સાથે આ વેરાની રકમ અંદાજે કુલ પાંચ કરોડ વેરાની રકમ ખોટી હોવાનો અંદાજ મળ્યો છે. આ સ્થળોની જાત નિરીક્ષણ કરી રિપોર્ટ તૈયાર કરી આ બાબતે યોગ્ય નિર્ણય લેવાશે તેવું ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ જણાવ્યું હતું .

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો