પાટણ જિલ્લામાં રાજદિપ એન્ટર પ્રાઇઝ ગાંધીનગર દ્વારા થયેલી મલ્ટી

Patan News - multi draft conducted by randeep enterpr gandhinagar in patan district 033041

DivyaBhaskar News Network

Feb 12, 2019, 03:30 AM IST

પાટણ જિલ્લામાં રાજદિપ એન્ટર પ્રાઇઝ ગાંધીનગર દ્વારા થયેલી મલ્ટી પરપઝ હેલ્થ વર્કર ની ભરતી પ્રક્રિયા મુદ્દે ફરીથી વિવાદ સર્જાયો છે.આ ભરતીમાં 70 થી 82 ટકા ધરાવતા ઉમેદવારોને પડતા મૂકી 55 ટકા ધરાવતા વ્યક્તિઓને નિમણુક કરાયાની બેરોજગાર યુવકોએ તંત્રમાં રજૂઆત કરી ભરતીમાં થયેલ ગેરરીતીની તપાસ કરવા અને નિમણૂક પત્રો રદ કરવા તેમજ યોગ્ય પગલા નહી લેવાય તો આત્મવિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

પાટણ જિલ્લામાં મલ્ટીપરપઝ હેલ્થ વર્કર ની ખાલી પડેલી 52 જગ્યા ભરવા માટે કરાયેલ ભરતી પ્રક્રિયા મુદ્દે સોમવારે બેરોજગાર યુવકોએ જિલ્લા પંચાયતના બે સદસ્યોને સાથે રાખી જિલ્લા વિકાસ અધિકારી ,આરોગ્ય અધિકારી, સહિત કલેકટર કચેરી ખાતે, પાટણ ધારાસભ્ય કાર્યાલયને ભરતીમાં ગેરરીતિની તપાસ કરી નિમણૂક રદ કરવા રજૂઆત કરી હતી . રજૂઅાતકારોના જણાવ્યા મુજબ જે દિવસના પેપરમાં નાનકડી જાહેરાત અપાઇ હતી તે જ દિવસે ઇન્ટરવ્યૂ હતા તેથી કેટલાય રહી ગયા અને બીજા નોકરી ઇચ્છુકો ગાંધીનગર ખાતે ઇન્ટરવ્યૂ સ્થળે રૂબરૂ હાજર રહ્યા હતા પરંતુ અસલ સર્ટિફિકેટની ચકાસણી કર્યા વગરજ 55 ટકા ધરાવતા નોકરી ઈચ્છુકોને નિમણુક પત્રો આપી દેવાયા હતા.જ્યારે ૭૦ થી ૮૦ ટકા ધરાવતા યુવકો બાકી રહી ગયા હોઇ આ ભરતી રદ કરી મેરીટ આધારે કરવા તેમજ જે લોકોની પસંદગી કરાઈ છે તેમના મેરીટ લીસ્ટ અને તેમના માર્કસ સાથેનું પત્રક જાહેર કરવા માટે પણ માગણી કરાઈ છે ન્યાય નહિ મળે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

X
Patan News - multi draft conducted by randeep enterpr gandhinagar in patan district 033041
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી