તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થગિત કરાયેલી ભરતી મામલે 16 માર્ચ સુધી નિર્ણય નહીં આવે તો 17મીથી આંદોલન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સરકારે ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દેતા શિક્ષિત બેરોજગારોએ સરકાર સામે આંદોલનનું રણશિંગુ ફૂંકી લડતના મંડાણ કર્યા છે બુધવારે પાટણ ખાતે નિવાસી અધિક કલેકટર ને આવેદનપત્ર આપી 16 માર્ચ સુધીમાં સરકાર સકારાત્મક પગલું નહીં ભરે તો 17 માર્ચથી સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે રાજ્યના તમામ બેરોજગાર યુવાનો આંદોલન કરશે તેવી ચીમકી આપી છે.

સરકારે સ્થગિત કરેલી ભરતી મામલે બુધવારે પાટણ ખાતે શિક્ષિત બેરોજગાર યુવાનો શરદ સાધુ માલજી દેસાઈ ગિરીશ દેસાઇ રામકૃષ્ણ સોલંકી કરણ મકવાણા સહિતે પાટણ નિવાસી અધિક કલેકટર એન ડી પરમાર ને આવેદનપત્ર આપ્યું હતું કે રાજ્યમાં બેરોજગારીનો દર દિનપ્રતિદિન વધી રહ્યો છે ઘણી ભરતીઓની જાહેરાત થવા છતાં વિવિધ કારણો રજુ કરી હજુ સુધી ભરતી કરવામાં આવી નથી જેના કારણે બેરોજગાર ઉમેદવારોના સામાજિક અને આર્થિક આયોજનો ખોવાઈ રહ્યા છે કર્મચારીઓની ઘટ ની અસર વહીવટ પર પડી રહી છે સ્થગિત કરાયેલી તમામ પ્રવૃતિઓ શરૂ કરી બેરોજગાર ઉમેદવારોને ન્યાય આપવા માંગ કરી છે 16 માર્ચ સુધીમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો 17 માર્ચથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો