તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરના 77 આંગણવાડીમાં સ્વચ્છ સુંદર બનાવવા માઈક્રો પ્લાનિંગ કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ શહેરમાં શુક્વારે કાળકા મંદિર રોડ પર આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે વોર્ડ 1 ના સાત આંગણવાડી કેન્દ્રના ૧૭૦ થી વધુ વિદ્યાર્થીઓને નગરપાલિકાના પક્ષના નેતા મનોજભાઈ પટેલ દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગ દોરી તેમજ બાળકોને પોષણ માટે બિસ્કીટ ચીકી ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ૧૩ જેટલા કુપોષિત બાળકોને ન્યુટ્રીસન પાવડર અને પોષણ આહારની કીટ નું જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું .

જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખે જણાવ્યું હતું કે શહેરમાં ૨૧ જેટલા કુપોષિત બાળકો છે. સરકાર દ્વારા ૨૦૨૦ ના વર્ષને પોષણ અભિયાન વર્ષ જાહેર કર્યું છે જે અંતર્ગત વર્તમાન સમયમાં કુપોષણને નાબુદ કરવા માટે સૌ સાથે મળી માઈક્રો પ્લાનિંગ કરીશું તેમજ શહેરમાં આવેલી ૭૭ આંગણવાડી કેન્દ્ર ને રૂબરૂ મુલાકાત લઇ આગણવાડી કેન્દ્ર સ્વચ્છ-સુંદર બને તે માટે ના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે ,ન.પા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ , સહીત ભાજપના હોદેદારો હાજર રહ્યા હતા . મહેમાનોના હસ્તે બાળકોને પતંગ દોરી અને આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો