મહેસાણાના કારીગર મિત્રનો હત્યારો ઘારીયાલથી ઝડપાયો

Chanasma News - mehsana39s carpenter friend39s assassin was arrested from ghariyal 021228

DivyaBhaskar News Network

Feb 12, 2019, 02:12 AM IST
મહેસાણામાં ફરસાણની દુકાનમાં લાઇટની તકરારમાં સાથી કારીગરની હત્યા કરીને ભાગી ગયેલો વિજયજી ઠાકોર સોમવારે વતન ચાણસ્માના મીઠીઘારીઆલ ગામે પહોંચતાં તેના પરિવારે પોલીસને જાણ કરતાં મહેસાણા એલસીબીએ પકડી બી ડિવિજન પોલીસે સોંપ્યો હતો.

મોઢેરા રોડ સ્થિત આસ્વાદ ખમણીની દુકાનમાં કામ કરતા બે કારીગરો વચ્ચે રાત્રે સૂતી વખતે લાઇટ ચાલુ-બંધ કરવા બાબતે તકરાર થઇ હતી. જેમાં ઉશ્કેરાયેલા વિજયજી ચંદુજી ઠાકોરે પરપ્રાંતિય રાજુ સુરેશચંદ્રને 15 કિલો ગેસ ભરેલા સિલિન્ડરના 4 ઘા મારી માથુ છુંદી નાખ્યું હતું. આ ઘટના બાદ વિજયજી ઠાકોર ફરાર થઇ ગયો હતો. જેની પોલીસ શોધખોળ કરી રહી હતી.

X
Chanasma News - mehsana39s carpenter friend39s assassin was arrested from ghariyal 021228
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી