તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા, પાટણ /સિદ્ધપુર/સાંતલપુર/હારીજ/વારાહી | ઉત્તર ગુજરાતમાં 13 ફેબ્રુઆરી 2007 પછી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા, પાટણ /સિદ્ધપુર/સાંતલપુર/હારીજ/વારાહી | ઉત્તર ગુજરાતમાં 13 ફેબ્રુઆરી 2007 પછી 12 વર્ષ બાદ મંગળવારે સાર્વત્રિક માવઠું થયું હતું. મંગળવાર સાંજે 25 થી 30 મિનિટ સુધી કમોસમી વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન 14 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ખેતરમાં ઉભા શિયાળુ પાકને ભારે નુકશાન થયું છે. ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લામાં સાર્વત્રિક માવઠું થયું હતું, જે પૈકી 16 તાલુકામાં 0.5 મીમી થી માંડી 7 મીમી સુધીનો કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ માવઠું મેઘરજમાં 7 મીમી અને મોડાસામાં 6 મીમી નોંધાયું હતું.જ્યારે બનાસકાંઠાના દિયોદર અને કાંકરેજમાં 3 મીમી વરસાદ અને ડીસામાં 2 મીમી વરસાદ પડ્યો હતો.મહા મહિનામાં માવઠાએ ખેડૂતોના જીવ અધ્ધર કરી નાખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો