તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા| ઉત્તર ગુજરાતમાં શુક્રવાર સવારથી જ કાળઝાળ ગરમીના એંધાણ વર્તાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| ઉત્તર ગુજરાતમાં શુક્રવાર સવારથી જ કાળઝાળ ગરમીના એંધાણ વર્તાયા હતા. બપોર સુધીમાં પાંચેય શહેરોમાં ગરમીનો પારો 42.0 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જેને લઇ માથુ ફાડી નાખે તેવી ગરમી વચ્ચે દિવસ વિત્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ 24 કલાક આકરી ગરમી બની રહેશે. 14 મી વાદળછાયું વાતાવરણ બનતાં ગરમીનો પારો આંશિક ગગડતાં ગરમીની થોડી રાહત મળી શકશે. વાતાવરણમાં થતાં પલટા અને માવઠાંની શક્યતાના કારણે ખેડૂતોએ કાપણી કરી લીધી હોય તો તેને ખેતરમાં કે અન્ય કોઇ ખુલ્લી જગ્યામાં રાખવાના બદલે યોગ્ય સ્થળે સ્થળાંતર કરવો. કેમકે ઉનાળુ પાકને આ માવઠું પિયત પુરૂ પાડશે.બોક્સ : 5 શહેરોનું તાપમાન

શહેર ગરમીનો પારો

મહેસાણા 42.4(+0.4)

પાટણ 42.3(+0.3)

ડીસા 42.1(+0.1)

ઇડર 42.6(+0.7)

મોડાસા 42.4(+0.5)

અન્ય સમાચારો પણ છે...