તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરણીત યુવકના લગ્નના દબાણથી ત્રાસેલી કુણઘેરની યુવતીનો ગળે ફાંસો ખાઇ આપઘાત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણના માતરવાડી પાસે વિઠ્ઠલવિલા સોસાયટીમાં રહેતા કુણઘેર ગામના પરિવારની દીકરીઅે બુધવારે તેના ઘરે ગળેફાંસો ખાઈ અાપઘાત કરી લેતાં અા મામલે હારિજના મૂળવતની અને પાટણ ખાતે રહેતા યુવક સામે અાપઘાત દુષ્પ્રેરણની ફરીયાદ શહેર બી ડીવીઝન પોલીસ મથકે દાખલ થઇ છે. અા શખ્સ તેની પાસેની રીવોલ્વર બતાવીને ધાકધમકી અાપતો હોવાથી અાર્મ્સ અેકટ હેઠળ પણ કાર્યવાહી હાથ ધરાઇ છે.પોલીસે અારોપીને પકડી લઇ અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

કુણઘેરના રમેશભાઇ ઉમીયાશંકર જોષી પાટણની વિઠ્ઠલવિલા સોસાયટીમાં રહે છે. મંગળવારે બપોરે મોટી દીકરી પાયલ ઉપરના માળે નાહવા માટે ગયેલ હતી. થોડીવાર પછી બીજી દીકરી ભાવિકા દવા લેવા ઉપર જતાં દરવાજો બંધ હતો અને પાયલ ખોલતી ન હોઇ ઘરના અને અાજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા જેમણે દરવાજો તોડી નાખતાં પાયલ છતના પંખા સાથે દુપટ્ટો બાંધીને લટકેલી હતી. તેનો દુપટ્ટો કાપી નીચે ઉતારી નજીકની હોસ્પિટલમાં લઇ જતાં તબીબે તેને મૃત જાહેર કરી હતી.હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરતાં શહેર બી ડીવીઝન પોલીસ દોડી અાવી હતી.અા અંગે મૃતકની બહેન ભાવિકાઅે અા ઘટના પાછળ હારીજનો અને હાલે યશવિહારમાં રહેતો ચક્ષુક હસુભાઇ મહેતા જવાબદાર હોવાનું બયાન અાપતાં તેના અાધારે શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધવામાં અાવી હતી. પીઅાઇ ચિરાગ ગોસાઇઅે જણાવ્યું કે અારોપીને પકડી લેવાયો છે. અા શખ્સે મૃતક પાયલના મોબાઇલમાં સ્પાઇવેર ઇન્સ્ટોલ કરી તેના વડે અમારા ઘરમાં વીડીઅો અોડીયો અાજુબાજુની સ્થિતી અને વાતચીત સાંભળી લેતો હતો તેવંુ પણ ફરીયાદમાં જણાવ્યું છે.તેનો અભ્યાસ હવે પછી કર્યા બાદ વધુ તપાસ હાથ ધરાશે.

પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવા હેરાન કરતો હતો

મૃતક પાયલ દોઢ વર્ષ અગાઉ શહેરની ક્રિશ્ના ઇન્ટરનેશનલ સ્કુલમાં નોકરી કરતી હતી ત્યારે ચક્ષુકનો દિકરો તેમાં અભ્યાસ કરતો હોઇ ત્યાં અાવતાં-જતાં પરીચય થયેલ હતો. તેણે પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરી તે પરિણિત હોવા છતાં લગ્ન કરવા દબાણ કરતો હતો.તેનો ત્રાસ વધી ગયો હતો. તેણીના ઘરે જઇ રીવોલ્વર બતાવી બધાને ધમકાવતો હતો.પાયલ તેનાથી ડરી સબંધીના ત્યાં જતી રહેતી હતી. ગત 7 માર્ચે ચક્ષુકે ફરીથી અાવીને તકરાર કરતાં પાયલ તેના ઘરે જઇ તેની પત્નીને વાત કરતાં પણ તકરાર કરી હતી. અા પછી તેની માસીના ઘરે જઇને અાવ્યા પછી સૂનમુન રહેતી હતી.
અન્ય સમાચારો પણ છે...