તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુરની પેટાચૂંટણીને લઇ 10 ના.મામલતદાર,કારકુનની બદલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ જિલ્લામાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર અને કારકુન મળી 10 કર્મચારીઓને રાધનપુર પેટાચૂંટણીની કામગીરી માટે ખાસ કિસ્સામાં ચૂંટણી વિભાગમાં બદલી કરી છે.

રાધનપુર પેટાચૂંટણીને લઇ પાટણ કલેકટર આનંદ પટેલ દ્વારા 10 કર્મચારીઓની ચૂંટણી વિભાગમાં આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં સરસ્વતી નાયબ મામલતદાર એસ.એચ.દેસાઈ, રાધનપુર પ્રાંત કચેરી શિરસ્તેદાર એચ.ડી.પ્રજાપતિ, રાધનપુર નાયબ મામલતદાર એચ.ડી બારોટ, સાંતલપુર નાયબ મામલતદાર પી.બી.સિલ્વા, સમી નાયબ મામલતદાર કે.કે.ગોસ્વામી તેમજ પાટણ કલેકટર કચેરી કારકુન ડી એન સોલંકી, રાધનપુર પ્રાંત કચેરી કારકુન એ કે પરમાર, રાધનપુર મામલતદાર કચેરી કારકુન એમ.બી.ધાસુરાં, સાંતલપુર મામલતદાર કચેરી કારકુન એચ.એચ.પટેલ, સમી મામલતદાર કચેરી કારકુન વી.એચ.દેસાઈની પેટાચૂંટણીને લઇ નવીન મંજુર થયેલ ચૂંટણી વિભાગની જગ્યાઓ પર બદલી કરી છે.

અન્ય સમાચારો પણ છે...