તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રમણ ભગવાન મહાવીર એ માત્ર જૈનોના જ નહીં, સમગ્ર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રમણ ભગવાન મહાવીર એ માત્ર જૈનોના જ નહીં, સમગ્ર વિશ્વના મહાન જ્યોતર્ધિર હતા. વૈચારિકક્ષેત્રમાં પ્રભુ મહાવીરની જીવનદૃષ્ટિ જેટલી ઉદાર, સહિષ્ણુ અને સમન્વયવાદી હતી એટલી જ આચારક્ષેત્રમાં કઠોર રહી હતી. ભગવાન મહાવીરના સમગ્ર જીવનદર્શનને માત્ર બે જ શબ્દમાં મૂલવવું હોય તો એમ અવશ્ય કહી શકાય કે તેમના વિચારમાં ઉદારતા અને આચારમાં કઠોરતા હતી.

પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક દિન નિમિત્તે પાટણ નગર ના ત્રિસ્તુતિક ઉપાશ્રય માં બિરાજમાન જૈન મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજયજી મહારાજએ પ્રવચન આપ્યું તેઓશ્રી એ કહ્યું કે ભગવાન મહાવીરનો જન્મ જીવ માત્રનાં કલ્યાણ માટે થયો હતો.

- ‘વર્તમાન સમયમાં અહિંસા, વેર-ઝેર, યુદ્ધની સ્થિતિઓ ઉત્પન્ન થઈ રહી છે ત્યારે પ્રભુ મહાવીરના અહિંસા, કરુણા અને જીવમાત્ર પ્રત્યે વાત્સલ્યની જરૂર જણાય છે. ’ મહાવીરનાં સંદેશાને આત્મસાત્ કરીએ ‘પ્રભુ મહાવીરે ચીંધેલો અહિંસા અને કરુણાનો સંદેશો આજે માત્ર કોઈ એક ધર્મ કે રાષ્ટ્ર માટે નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે અનિવાર્ય બની ગયો.

મહાવીર સ્વામી માનતા હતા કે ઇન્દ્રિયોનુ સુખ, વૈભવ, વિલાસ, વિષય બધું અંતે તો દુઃખ જ પહોંચાડે છે. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જ જીવનને સાર્થક બનાવે છે અને મુક્તિનો માર્ગ મોકળો કરે છે. પ્રેમ, સત્ય- અને કરુણાનો ઉપદેશ આપવાની સાથે તેમણે ધર્મમાં ફેલાયેલ બદીઓને દૂર કરવા કાર્ય કર્યું.

પશુબલિ,નાત જાતના ભેદભાવ અને હિંસા એટલી વધી રહી હતી ક4ે ધર્મ જાણે નિષ્પ્રાણ બની ગયો હતો. આવા સમયે મહાવીર સ્વામીએ લોકોને અંધશ્રદ્ધા-શ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખા સમજાવી અને ખોટા દંભ છોડીને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ બતાવ્યો.મુનિરાજ શ્રીને પૂર્વ કાલની રાજા શાહી અને વર્તમાનની લોક શાહીમાં અંતર દેખાયું અને કહ્યું કે,રાજા શાહીના પદાધિકારીઓ દેશના દરેક ઘર્મ અને તેઓના ત્યોહારનુ સન્માન કરતા હતા.મુનિરાજઅે કહ્યું કે,આજની લોક શાહીના પદાધિકારીઓ વોટ બેન્ક માટે કોઈ પણ સમાજના ત્યોહાર માટે શુભકામના પાઠવા પક્ષ વિપક્ષ અેક સાથે પહોંચી જાય.પદાધિકારીઓને પાસે સમય નથી. પાટણમાં આજ મહાવીર સ્વામીના જન્મ નિમિત્તે શોભાયાત્રા યોજાઇ.

અન્ય સમાચારો પણ છે...