તાલુકા મથકથી 100 કિલોમીટરના અંતરમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવા માંગ

DivyaBhaskar News Network

Dec 06, 2018, 03:45 AM IST
Siddhpur News - latest siddhpur news 034520
સિદ્ધપુર પ્રાંત કચેરી ખાતે યુનિવર્સલ એકેડેમી દ્વારા લોક રક્ષક ભરતી પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓ બદલ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.સિદ્ધપુર તિરૂપતિ પ્લાઝા ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરતી યુનિવર્સલ એકેડમી દ્વારા ગત રોજ પોલીસ લોકરક્ષકની ભરતીમાં થયેલ કૌભાંડો અને ગેરરીતિઓ બદલ સિદ્ધપુર પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી જયેશ તુવરને 100થી વધુ વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપ્યું હતું.

આ બાબતને ગંભીરતાપુર્વક લઈ તેની નિષ્પક્ષ રીતે તપાસ કરાય અને આમાં સંડોવાયેલા તમામ ગુનેગારોને સખત સજા કરાય તથા ભવિષ્યમાં આ પ્રકારની ગેરરીતીઓ નજરે ન આવે તે માટે સરકાર દ્વારા પારદર્શકતા દાખવવા રજૂઆતો કરી હતી. આ સાથે વિદ્યાર્થીઓ દ્વારા જે તે જિલ્લાના વિદ્યાર્થીઓ તેમના તાલુકા મથકથી 100 કી.મી.ના અંદર પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવે તેવી વિદ્યાર્થીઓમાં માગ ઉઠી હતી.

આ પ્રસંગે યુનિવર્સલ એકેડમીના રોહિતસિંહ રાજપુત રોહિતભાઈ પટેલ, નીતીનભાઇ પ્રજાપતિ રાજપુર, પાટણ જિલ્લા હિન્દુ યુવા વાહિની જિલ્લા સંયોજક સાગર ચૌધરી, મનોજ પટેલ આંકવી, રાહુલભાઈ પ્રજાપતિ સેદ્રાણા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તસવીર-રશ્મિન દવે

X
Siddhpur News - latest siddhpur news 034520
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી