કમાલપુરથી ગુલાબપુરા રોડની કામગીરી શરુ કરવા માંગ

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:45 AM IST
Radhanpur News - latest radhanpur news 034517
રાધનપુર તાલુકાના કમાલપુરથી ગુલાબપુરા રોડ બિસમાર હાલતમાં છે અને વાહનવ્યવહારને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગત વર્ષે ભારે વરસાદને કારણે આ માર્ગ ક્ષતિગ્રસ્ત થયો હતો. જો આ રોડની કામગીરી શરુ થાય તો દેલાણા, રામેશ્વર, ગુલાબપુરા, છાણીયાથર અને ગોતરકાના લોકોને રાહત મળે તેમ છે. દર્દીને સારવાર અર્થે પહોંચાડવામાં અને બાળકોને શિક્ષણ માટે રાધનપુર જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. જેથી રોડની કામગીરી શુરૂ કરવાની માંગ ઊઠી છે

X
Radhanpur News - latest radhanpur news 034517
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી