રાધનપુરમાં 36 સોસાયટીઓમાં પેવર બ્લોકના કામમાં પાલિકાના ઠાગાઠૈયા

રાધનપુર | રાધનપુરમાં વોર્ડ નં.7માં અાવેલ 36 સોસાયટીઓના કોમન પ્લોટોમાં પેવરબ્લોક નાખવા માટે માર્ગ અને મકાન વિભાગ...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:45 AM
Radhanpur News - latest radhanpur news 034514
રાધનપુર | રાધનપુરમાં વોર્ડ નં.7માં અાવેલ 36 સોસાયટીઓના કોમન પ્લોટોમાં પેવરબ્લોક નાખવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં તાંત્રિક મંજૂરી મળી ગઈ હોવા છતાંય પાલિકાની કોંગ્રેસની બોડી દ્વારા કામગીરી શરુ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે.

વોર્ડ નં.7માં ભાજપની પેનલ ચૂંટાઈ હોવાથી કોંગ્રેસનું ઓરમાયું વર્તન

પાલિકાના કોર્પોરેટર અંકુરભાઈ જોશીઅે જણાવ્યું કે તેમણે 36 સોસાયટીઓમાં પેવરબ્લોક નાખવાની તાંત્રિક મંજૂરી માટે દોડધામ કરી હતી અને તે મંજૂર પણ થઇ હતી. પણ પાલિકા દ્વારા કોઈ જ સક્રિયતા બતાવાવી નથી. નીલકંઠનગરમાં રૂ.13.13 લાખ, ખોડલનગરમાં રૂ.11.22 લાખ, રામદેવ ટાઉનશીપમાં રૂ.18.10 લાખ, મંગલમૂર્તિમાં રૂ.12.95 અને રૂ.23.49 લાખ, શીતલ બંગ્લોઝમાં રૂ.15.38 લાખ, રામનગરમાં રૂ.27.63 લાખ, વિરનગરના બંને ભાગમાં રૂ.22.29 લાખ, જવાહરનગર-ડામરકામાં 13.15 લાખ, ગોઠવાડ વિસ્તારમાં રૂ.11.03 લાખ સહીત તમામ સોસાયટીઓમાં પેવરબ્લોક નાખવાની મંજૂરી મળેલી છે.

પાલિકાના સદસ્ય અંકુરભાઈ જોશીઅે અાક્ષેપ કર્યો છે કે પાલિકા દ્વારા આડા-અવળા ખર્ચ કરાય છે. પરંતુ વોર્ડ નં.7 માં ભાજપની આખી પેનલ જીતેલી હોવાથી ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. પાલિકા આવો દ્વેષભાવ છોડી તાત્કાલિક પેવરબ્લોકની કામગીરી હાથ ધરવી જોઈએ.

X
Radhanpur News - latest radhanpur news 034514
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App