વારાહી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ 18 દિવસમાં 3 વાર તૂટી, સરકારપુરા પાસે 10 ફૂટનું ગાબડું

ગાબડું પડતાં વાવેતર કરેલા જીરાના પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં રોષ

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:45 AM
Radhanpur News - latest radhanpur news 034510
રાધનપુર : રાધનપુર તાલુકાના દેલાણા-સરકારપુરા સીમમાં વારાહી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ગાબડા પડવા સિલસિલો યથાવત રહ્યો છે. છેલ્લા 18 દિવસમાં ત્રણ વખત એક જ જગ્યાએ ગાબડા પડ્યા છે ત્યારે ગુરૂવારે કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાઇને જીરાના પાકમાં ઘસી જતાં મોલને નુકશાન પગલે ખેડુતોમાં આક્રોશ વ્યાપી ઉઠ્યો હતો.

ગેટમેને ગેટ વધારે ખોલી નાખતાં ફોર્સ વધતાં ફરીથી પંકચર થયું : તંત્ર

રાધનપુરના દેલાણા સીમમાં વારાહી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં 19 નવેમ્બરના રોજ દેલાણા પાસેની કેનાલમાં 15 ફુટનું અને ગડસઇ નજીક 4 ફુટનું ગાબડુ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા ત્યારે બાદ 30 નવેમ્બરના રોજ દેલાણા પાસે નર્મદા કેનાલમાં 15 ફુટનું ગાબડુ સર્જાયું હતું. લોકોને માંડ કેનાલથી શાંતિ થઇ હતી ત્યાં ગુરૂવારે સવારે પણ ત્રીજી વાર વારાહી ડિસ્ટ્રીબ્યુટરી સરકારપુરા કેનાલમાં 10 ફૂટનું ગાબડુ પડ્યુ હતું. આ ગાબડાના પગલે ખેડૂત નરસિંહભાઇ તેજાભાઇ ચૌધરીના સહિત ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલા જીરાના પાકમાં પાણી ફરી વળ્યાં હતાં. ખેડૂતોમાં કેનાલનું હલકી કક્ષાની કામગીરી લઇને રોષ વ્યાપી ઉઠ્યો હતો.

અા અંગે નર્મદાના ઇજનેર મહંતે જણાવ્યું હતું કે ગેટ વધારે ખોલવાની ના કહેવામાં અાવી હતી પણ લોકોના દબાણમાં અાવી ગેટ વધારે ખોલતાં પાણીનો ફોર્સ વધતાં સવારે ગાબડું પડ્યું છે અા માટે અેજન્સીને કામે લગાડી છે. ગેટમેન તેનો માણસ હોય છે જેને હવે પછી પુછ્યા વગર અને સૂચના સિવાય ગેટ નહી ખોલવા તાકીદ કરાઇ છે.

X
Radhanpur News - latest radhanpur news 034510
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App