તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પ્રેમનગર, બંધવડમાં મેલેરિયાનો રોગચાળો, આરોગ્ય તંત્ર દોડ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમનગર, બંધવડમાં મેલેરિયાનો રોગચાળો, આરોગ્ય તંત્ર દોડ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાધનપુરતાલુકાના પ્રેમનગર અને બંધવડ ગામે મેલેરિયા તથા ડેન્ગયુ રોગચાળાએ પગપેસારો કર્યો છે. જેને પગલે ગામમાં રોગચાળાની પરિસ્થિતિની જાતમાહિતી મેળવવા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સતિષ મકવાણા ગામે પહોંચ્યા હતા.

જિલ્લા આરોગ્ય અધિકારીએ ગામના અસરગ્રસ્ત કુટુંબોની મુલાકાત લઇ પોરાનાશક કામગીરી બરાબર કરવામાં આવે છે કે કેમ અને ગામલોકો દ્વારા બાબતે કાળજી લેવામાં આવે છે કે કેમ તે અંગે માહિતી મેળવી હતી. તેમજ બંને ગામોમાં મેલેરિયા પોઝિટિવ કેસના દર્દીઓની ગૃહ મુલાકાત કરી સારવારની ચકાસણી કરી હતી. જયારે રાધનપુર શહેરના વાદી વસાહતની પણ મુલાકાત લઇ કુટુંબો સાથે ચર્ચા કરી નિયમિત દવા છંટકાવથી મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગના મચ્છરોને અટકાવી શકાય છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસર રાધનપુર કે.કે. પંચાલ પણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો